ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચના કલાકો પહેલા એલર્ટ, મુંબઈ પોલીસને મળી ધમકી

India vs New Zealand Match: ભારત-ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલ મેચઃ ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલની પ્રથમ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે…

gujarattak
follow google news

India vs New Zealand Match: ભારત-ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલ મેચઃ ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલની પ્રથમ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પરંતુ તે પહેલા મેચને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી મળી છે.

ખરેખર, મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે. આ પ્રકારની ધમકી મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિએ ટ્વિટર દ્વારા આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે.

ધમકી આપનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર મુંબઈ પોલીસને બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓના ફોટા સાથે ટેગ કર્યા છે. આ સિવાય મેચ દરમિયાન અમે આગ લગાવીશું તેવા મેસેજ સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

શું કહ્યું મુંબઈ પોલીસે?

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “એક અજાણ્યા વ્યક્તિએ એક્સ (અગાઉ ટ્વિટર) પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશો પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે નાપાક ઘટનાને અંજામ આપવામાં આવશે. સ્ટેડિયમના વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. વ્યક્તિએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ફોટામાં બંદૂક, ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી.”

સ્ટેડિયમ બહાર સુરક્ષા ચુસ્ત કરાઈ

જો મેચને લઈને મુંબઈમાં સુરક્ષાની વાત કરીએ તો 7 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, 200 ઓફિસર અને 700 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમના તમામ ગેટની સામે પાર્કિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પોલીસે સ્ટેડિયમમાં પેન, પેન્સિલ, માર્કર, કોરા કાગળો, બેનરો, પોસ્ટર, બેગ, સિક્કા તેમજ પાવર બેંક અને જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

    follow whatsapp