IPL Playoffs: શું IPLના પ્લેઑફમાં પહોંચશે મુંબઈ ઈન્ડિયન્સ? ફરી થશે વર્ષ 2014 જેવો ચમત્કાર!

IPL Playoffs Scenario 2024: IPL 2024 ની સીઝન લગભગ અડધી પૂરી થઈ ગઈ છે અને હાર્દિક પંડ્યાની કપ્તામાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. ગઇકાલે મુંબઈ ઘરઆંગણે દિલ્હી કેપિટલ્સ સામે 10 રને હારી ગયું છે, તેથી હવે પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂકેલી ટીમ IPL 2024 ની સિઝનમાંથી બહાર થવાના જોખમમાં છે.

IPL Playoffs

વર્ષ 2014માં પણ આવું બન્યું છે

follow google news

IPL Playoffs Scenario 2024: IPL 2024 ની સીઝન લગભગ અડધી પૂરી થઈ ગઈ છે અને હાર્દિક પંડ્યાની કપ્તામાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. ગઇકાલે મુંબઈ ઘરઆંગણે દિલ્હી કેપિટલ્સ સામે 10 રને હારી ગયું છે, તેથી હવે પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂકેલી ટીમ IPL 2024 ની સિઝનમાંથી બહાર થવાના જોખમમાં છે. પરંતુ વર્ષ 2014 જેવો ચમત્કાર મુંબઈને આ સિઝનમાં પ્લેઓફ એન્ટ્રી આપવી શકે છે.

મુંબઈ માટે હવે કરો યા મરો સ્થિતિ

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમ અત્યાર સુધી 9 મેચમાં માત્ર ત્રણ જ જીત મેળવી શકી છે. જેના કારણે છ પોઈન્ટ સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને આવી ગઈ છે. આ અર્થમાં, જો મુંબઈને નવમા સ્થાનેથી ટોપ-4માં સ્થાન મેળવવું છે, તો હવે પછીની દરેક મેચ તેમને જીતવી ખૂબ જ જરૂર છે. મુંબઈની ટીમની હજુ પાંચ મેચ બાકી છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં રહેવું હોય તો તેણે બાકીની પાંચ મેચ જીતવી પડશે, જેના કારણે તેની ટીમ 16 પોઈન્ટ પર લીગ સ્ટેજ પુરી કરશે અને તેણે -0.261ના નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે.

વર્ષ 2014માં પણ આવું બન્યું છે

વર્ષ 2014માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ આવું બન્યું હતું. તે સિઝનમાં, રોહિતની કપ્તાની હેઠળ, મુંબઈની ટીમ પ્રથમ 9 મેચમાંથી માત્ર ત્રણ જ જીતી શકી હતી. જ્યારે બાદમાં મુંબઈએ શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં જવાનો માર્ગ મોકળો કર્યો હતો.

હાર્દિકની ટીમે વળતો પ્રહાર કરવો પડશે

હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો હાર્દિક પંડ્યા મુંબઈ માટે કેપ્ટન તરીકે પોતાને હિટ સાબિત કરવા ઈચ્છે છે તો તેણે કોઈપણ ભોગે પોતાની ટીમને પ્લેઓફમાં લઈ જવી પડશે. મુંબઈની ટીમે તેની આગામી ત્રણ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી મજબૂત ટીમો સામે રમવાની છે. જેમાં મુંબઈને કોઈ પણ ભોગે જીતવું પડશે નહીં તો એક વર્ષ પછી ફરી મજબૂત રીતે આવશે.

    follow whatsapp