MS Dhoni ના પરિવારમાં આવશે નવું મહેમાન, સાક્ષી ધોનીએ કરી સો.મીડિયા પર પોસ્ટ

IPL 2024 CSK vs SRH: IPL 2024માં 46મી મેચ ચેપૉકના સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. CSKએ આ મેચ 78 રને જીતી લીધી હતી. આ મેચમાં CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ના પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) પણ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

IPL 2024 CSK vs SRH

મહેન્દ્રસિંહ ધોનીના પરિવારમાં આવવાનું છે નવું મહેમાન

follow google news

IPL 2024 CSK vs SRH: IPL 2024માં 46મી મેચ ચેપૉકના સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. CSKએ આ મેચ 78 રને જીતી લીધી હતી. આ મેચમાં CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ના પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) પણ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. પરંતુ મેચ દરમિયાન સાક્ષી ધોનીએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફેન્સને આશ્ચર્યચકિત કર્યા અને CSKને શક્ય તેટલી વહેલી તકે મેચ ખતમ કરવા રિક્વેસ્ટ કરી. સાક્ષી ધોનીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે. 

શા માટે સાક્ષી ધોનીએ CSKને વિનંતી કરી?

વાસ્તવમાં મેચ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગ કરી રહી હતી. ત્યારે સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેમણે CSK ટીમને ફટાફટ મેચ પૂરી કરવાની વિનંતી કરી હતી. તેમની સ્ટોરીમાં સાક્ષી ધોનીએ સંકેત આપ્યો કે ધોની પરિવારમાં એક નવું મહેમાન આવવાનું છે. તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી જાણવા મળે છે કે સાક્ષી ધોની જલ્દી ફઈ (ફઈબા) બનવા જઈ રહ્યા છે. સાક્ષી ધોનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

પ્લેઓફ તરફ આગળ વધી CSK 

ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. CSK તરફથી બેટિંગ કરતા કેપ્ટન રુતુરાજ ગાયકવાડે સૌથી વધુ 98 રન બનાવ્યા, જોકે તેઓ તેમની બીજી બેક ટુ બેક IPL સદી ચૂકી ગયા. પોતાની ઈનિંગ દરમિયાન ગાયકવાડે 10 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય ડેરિલ મિશેલે 52 રનની અણનમ ઇનિંગ રમી હતી અને શિવમ દુબેએ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.

213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. CSK માટે બોલિંગ કરતી વખતે તુષાર દેશપાંડેએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય મતિશા પથિરાના અને મુસ્તાફિઝુર રહેમાને 2-2 વિકેટ લીધી હતી.

    follow whatsapp