IPLની 17મી સિઝન ચાલી રહી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે મેચ રમાઈ રહી છે. IPLની ચાલુ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ફિટનેસનું રહસ્ય જણાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (M.S Dhoni)એ જણાવ્યું છે કે તેઓ IPL દરમિયાન પોતાને કેવી રીતે ફિટ રાખે છે. તેમણે પોતાના રુટીન વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ રાત્રે મોડા સૂવે છે અને સવારે પણ મોડા ઉઠે છે, જેના કારણે તેમને થાક લાગતો નથી અને તેઓ IPLના લાંબા શેડ્યૂલ દરમિયાન ખુદને ફ્રેશ રાખવામાં સફળ રહે છે.
ADVERTISEMENT
બધા કામ ખતમ કરતા 2.30 વાગી જાય છેઃ ધોની
સ્ટાર સ્પોર્ટ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં એમએસ ધોની આઈપીએલ દરમિયાન પોતાને ફિટ રાખવા અને મેચ માટે રેડી રહેવાની ટિપ્સ આપતા જોવા મળે છે. મહેન્દ્રસિંહ ધોનીએ વીડિયોમાં કહ્યું કે, ''હું રાત્રે મોડો સૂતો હતો, કારણ કે મેચ 8થી 11 અથવા 11:30 સુધી હોય છે, મેચ પૂરી થયા પછી પ્રેઝન્ટેશન, પછી કીટ બેગ પેક કરવાની હોય છે. ત્યારબાદ ડિનરમાં પણ સમય લાગે છે. જ્યારે હોટલ પહોંચી ત્યારે 1:00 વાગી જાય છે. જે બાદ હોટલના રૂમમાં હાજર વસ્તુઓને પેક કરવાની હોય છે. આ બધું કરવામાં મોડું થઈ જાય છે, લગભગ 2:30 વાગી જાય છે.''
હું દરરોજ 8 કલાની ઊંઘ લઉં છુંઃ ધોની
મહેન્દ્રસિંહ ધોનીએ આગળ કહ્યું કે, ''તેથી હું રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અથવા રાત્રિના 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુવાને બદલે, હું રાત્રે ત્રણ વાગ્યે સૂવું છું અને સવારે 11 વાગ્યે ઊઠું છું. હું આઠ કલાકની ઊંઘ લઉં છે. મને હંમેશા રાત્રે આરામ મળે છે, IPL પૂરી થયા પછી ક્યારેય થાક લાગ્યો નથી.''
ADVERTISEMENT