MS Dhoni Retirement from IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં રવિવાર (12 મે)એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક શાનદાર મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈનો 5 વિકેટે વિજય થયો હતો. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ પહેલા અને પછી કંઈક એવું થયું, જેણે મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સને થોડા નિરાશ કર્યા.
ADVERTISEMENT
ચેન્નાઈના ગ્રાઉન્ડમાં છેલ્લી લીગ મેચ રમાઈ
આ સિઝનમાં ચેન્નાઈની પોતાના હોમગ્રાઉન્ડમાં આ છેલ્લી લીગ મેચ હતી. હવે ચેન્નાઈની ટીમે 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ રમવાની છે. આ મેચ બેંગલુરુમાં RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
સૌથી પહેલા ફ્રેન્ચાઈઝીએ પોસ્ટ દ્વારા માહોલ બનાવ્યો
પરંતુ ચેપોકમાં રમાયેલી આ મેચમાં બે એવી ઘટનાઓ બની, જેણે 42 વર્ષીય મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના સંન્યાસની અટકળોને તેજ બનાવી દીધી. પહેલું એ કે મેચમાં ટોસ પહેલા સીએસકે ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર સ્ટેમડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને ખાસ અપીલ કરી હતી, જેના પછી સૌથી પહેલા ધોનીના સંન્યાસની અટકળો શરૂ થઈ હતી. પોસ્ટ શેર કરતા ફ્રેન્ચાઇઝીએ કહ્યું હતું કે, મેચ પૂરી થયા પછી દર્શકોએ સ્ટેડિયમમાં જ રહે, કારણ કે મેચ પછી કંઈક ખાસ થવાનું છે. ફેન્સને સરપ્રાઈઝ મળી શકે છે. આ પોસ્ટ પછી ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા કે મેચ પછી ધોનીને લઈને કોઈ જાહેરાત થવાની છે. પોસ્ટ બાદ ધોનીના ફેન્સ નિરાશ થઈ ગયા.
ધોનીએ મેદાનમાં 'લેપ ઓફ ઓનર' પણ કર્યું
પરંતુ રાજસ્થાનને હરાવ્યા બાદ એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ધોની અને ચેન્નાઈ ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફે 'લેપ ઓફ ઓનર' કર્યું એટલે કે સ્ટેડિયમની આસપાસ ચક્કર લગાવ્યા. આ સાથે ધોનીએ પૂર્વ ખેલાડી સુરેશ રૈના સાથે મળીને હંમેશા ટીમને સપોર્ટ કરવા બદલ પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો.
માલિકની દીકરીએ પહેરાવ્યા ગોલ્ડ મેડલ
આ દરમિયાન ધોનીએ ફેન્સને રિટર્ન ગિફ્ટ તરીકે યલો કલરની બોલ આપી. લેપ ઓફ ઓનર પહેલા ધોની સહિત તમામ ખેલાડીઓને ગોલ્ડ મેડલ પણ પહેરાવવામાં આવ્યા. તમામ ખેલાડીઓ એક લાઇનમાં ઉભા હતા અને ટીમના માલિક એન શ્રીનિવાસનની દીકરી રૂપા ગુરુનાથ દ્વારા તેમને મેડલ પહેરાવવામાં આવ્યા.
'થાલા'ને અપાયું 'ગાર્ડ ઓફ ઓનર'
આ સાથે-સાથે સાથી ખેલાડીઓએ મહેન્દ્રસિંહ ધોનીને 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપ્યું. આ તમામ બાબતોના કારણે ફેન્સના મનમાં ધોનીના સંન્યાસની અટકળો તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, મહેન્દ્રસિંહ ધોની કે IPL તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાલમાં આ તમામ અટકળો છે.
43 વર્ષના થશે M.S Dhoni
આપને જણાવી દઈએ કે, મહેન્દ્રસિંહ ધોની 7 જુલાઈના રોજ 43 વર્ષના થઈ જશે. આવી સ્થિતિમાં આ તેમની છેલ્લી આઈપીએલ સિઝન માનવામાં આવી રહી છે. માહીએ આ સિઝન પહેલા જ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ગાયકવાડના હાથમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી દીધી હતી. ધોની આગામી સિઝનમાં કોઈ નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. પરંતુ હાલ આ અંગે કંઈપણ સ્પષ્ટ નથી.
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સ્વૉડ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રાજવર્ધન હંગેરકર, રવીન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહિશ તીક્ષ્ણા, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહેમાન અને અવનીશ રાવ અરવલી.
ADVERTISEMENT