South Africa vs Netherlands, World Cup 2023 Live Cricket Score: આઇસીસી વર્લ્ડ કપ 2023 કપમાં ઇંગ્લેન્ડ- અફઘાનિસ્ત બાદ વધારે એક મેજર અપસેટ સર્જાયો છે. સાઉથ આફ્રીકા અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં મેજર અપસેટ સર્જાયો હતો અને નેધરલેન્ડે સાઉથ આફ્રીકાને પરાજીત કરી દીધું હતું. નેધરલેન્ડે આફ્રીકાની ટીમને 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટીમ પુર્ણ કરી શકી નહોતી અને ઓલઆઉટ થઇ ગઇ હતી. ધર્મશાળામાં વર્લ્ડ કપ 2023 માં વધારે એક મોટો અપસેટ સર્જાયો હતો.
ADVERTISEMENT
SA vs NED World cup Live Score
ભારતની મેજબાનીમાં રમાઇ રહેલા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 માં ત્રણ દિવસની અંદર બે મોટા ફેરફાર થયા છે. 15 ઓક્ટોબરે અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રનથી પરાજીત કરી દીધું હતું. હવે મંગળવારે નેધરલેન્ડથી સાઉથ આફ્રીકાને 38 રનથી ધુળ ચટાવી દીધી હતી.
વર્લ્ડકપના ઇતિહાસમાં નેધરલેન્ડની ત્રીજી જીત
વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નેધરલેન્ડની આ ત્રીજી જીત છે. આ અગાઉ નામિબિયા (2003) અને સ્કોટલેન્ડ (2007) ને પરાજીત કર્યું હતું. હવે આ ટીમે આફ્રીકન ટીમને પણ પરાજીત કરી હતી. નેધરલેન્ડે વર્લ્ડ કપમાં કુલ 23 મેચ રમી છે. જેમાં 3માં જીત પ્રાપ્ત કરી છે. હાલના વર્લ્ડ કપ 2023 માં ત્રણ મેચમાં નેધરલેન્ડની આ પહેલી જીત છે. આ અગાઉ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે થયેલી બંન્ને મેચમાં પરાજીત થઇ ચુકી છે. આ હાર સાથે સાઉથ આફ્રીકન ટીમનો વિજય રથ અટક્યો છે. ટેમ્બા બાવુમાની કેપ્ટન્સીવાળી આફ્રીકન ટીમે પહેલી મેચમાં શ્રીલંકા અને પછી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજીત કરી દીધું હતું.
આફ્રીકન ટીમ 246 રનનો ટાર્ગેટ પાર કરી શકી નહોતી
અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે મેચ મોડી શરૂ થઇ હતી. આ કારણે મેચને 43-43 ઓવરની કરવામાં આવી. ત્યાર બાદ નેધરલેન્ડે મેચમાં 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા અને આફ્રીકન ટીમની સામે 246 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રીકા 42.5 ઓવરમાં 207 રન પર સમેટાઇ ગઇ હતી.
ADVERTISEMENT