Mohammed Shami: ભારતીય ટીમ અને તેના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ODI વર્લ્ડ કપ 2023 શાનદાર રહ્યો. ભારતીય ટીમ લીગ સ્ટેજની તમામ 10 મેચો જીતીને વિજયરથ સાથે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ એક ખરાબ દિવસના કારણે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ શમી પ્રથમ 4 મેચમાં રમી શક્યો ન હતો. આ પછી, જ્યારે તેને તક મળી, તેણે બોલિંગ કરીને તરખાટ મચાવી દીધો. શમીએ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી હતી, 24 વિકેટ લીધી હતી. જોકે તેના સારા પ્રદર્શન બાદ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરોએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય ટીમને બોલિંગ માટે અલગ બોલ આપવામાં આવી રહ્યો છે. તેમાંથી એક ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી હસન રઝા હતો.
ભારતીય બોલર્સની સફળતા પર પાકિસ્તાને કર્યો હતો સવાલ
રઝાએ આરોપ લગાવ્યો હતો કે, કદાચ ભારતીય બોલરોને અન્ય ટીમો કરતા અલગ ખાસ બોલ આપવામાં આવી રહ્યો છે, તેથી જ તેઓ આ પ્રકારનું પ્રદર્શન કરી રહ્યા છે. આ નિવેદન પર પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમે પણ તેની આકરી ટીકા કરી હતી. હવે શમીએ આ નિવેદન પર જવાબ આપ્યો છે.
શમીએ રઝાને આ રીતે જડબાતોડ જવાબ આપ્યો
શમીએ આ નિવેદન પર રઝાને ઘણી વખત યોગ્ય જવાબ આપ્યો છે, પરંતુ ફરી એકવાર તેણે આ અંગે નિવેદન આપીને રઝાને બોલતા સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. શમીએ બુધવારે (13 ડિસેમ્બર) આજ તક એજન્ડા કાર્યક્રમમાં રઝાના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, વર્લ્ડ કપ પછી તે બોલને વચ્ચેથી કાપીને વીડિયો બનાવવા માંગતો હતો, જેથી રઝા અને અન્ય ટીકાકારોને યોગ્ય જવાબ આપી શકાય.
શમીએ કહ્યું, ‘તમે સ્ક્રીન પર આવા મૂર્ખ પ્રશ્નો કેવી રીતે પૂછી શકો? જ્યારે 2-3 દિવસ પહેલા જ વસીમ અકરમે આ અંગે સંપૂર્ણ ખુલાસો કર્યો હતો કે અમ્પાયર બોલનું એક બોક્સ લાવે છે જેમાંથી આપણે બોલ પસંદ કરવાનો હોય છે. અમે તે તરત જ અમ્પાયરને આપીએ છીએ. પછી અમ્પાયર બોલને સીધો મેદાનમાં લાવે છે. 4-6 બોલ પસંદ કરવામાં આવે છે. હું તેના પર વિડિયો બનાવવાનું વિચારી રહ્યો હતો અને બોલને વચ્ચેથી કાપીને બતાવીશ કે તેમાં કોઈ ઉપકરણ ઇન્સ્ટોલ કરેલું છે કે નહીં.
સ્ટાર ફાસ્ટ બોલર શમીએ કહ્યું, ‘ધારો કે એકવાર આપણે ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું છે, તો બટન ખોટી રીતે દબાય છે અને સિક્સર વાગે છે. વિશ્વાસ નથી થતો કે ક્રિકેટ રમનાર એક ખેલાડી આવી વાત કરે છે. આ યુવાનો માટે ખતરો છે.
ADVERTISEMENT