Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ શૂટિંગથી આવ્યા છે. ભારતના ખેલાડી મનુ ભાકરે બે મેડલ જીત્યા છે. તેઓ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેમના પહેલાં કોઈ આ કરી શક્યું નથી. બીજી તરફ ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ પેરિસના સ્પોર્ટ્સ વિલેજમાં ભારતીય ખેલાડીઓ ગરમીથી પરેશાન છે અને તેમને ગરમીથી બચાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રમતગમત મંત્રાલયે ભર્યું પગલું
પેરિસ ઓલિમ્પિકમાં ગરમી અને તાપથી પીડિત ભારતીય ખેલાડીઓને રાહત આપવા માટે રમતગમત મંત્રાલયે ખેલાડીઓના રૂમમાં 40 પોર્ટેબલ એસી લગાવડાવ્યા છે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અહીં ફ્રેન્ચ દૂતાવાસ અને ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે વાતચીત કર્યા બાદ એસી સ્પોર્ટ્સ વિલેજમાં મોકલવામાં આવ્યા હતા. એક સૂત્રએ જણાવ્યું કે જે સ્થળે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગરમીના કારણે ખેલાડીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રમતગમત મંત્રાલયે ત્યાં ભારતીય ખેલાડીઓ માટે 40 એસી લગાવવાનો નિર્ણય લીધો છે. પેરિસ અને શેટરાઉમાં તાપમાન ખૂબ ઊંચું છે.
ખર્ચ મંત્રાલય ઉઠાવશે
શેટરાઉમાં નિશાનાબાજી દરમિાયન ભારત માટે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ડ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસાલેને પરસેવાથી લથપથ જોઈ શકાય છે. એક રિપોર્ટ મુજબ પેરિસમાં તાપમાન 40 ડિગ્રીને પણ વટાવી ગયું છે. ગેમ્સ શરૂ થાય તે પહેલા જ ઘણા દેશોએ પરિસના હવામાનને ધ્યાનમાં રાખીને ગેમ્સ વિલેજને ઈકો-ફ્રેન્ડલી રાખવા માટે એસી ન લગાવવાના આયોજકોના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકા સહિત ઘણા દેશોએ પોર્ટેબલ એસી ખરીદ્યા છે અને લગાવડાવ્યા છે. મંત્રાલયના સૂત્રએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે નિર્ણય લેવામાં આવ્યો હતો અને સમગ્ર ખર્ચ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવશે.
ADVERTISEMENT