IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

Gujarat Tak

• 01:43 PM • 25 Aug 2024

Maharaja Trophy T20 2024: ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અભિનવ મનોહરે મહારાજા T20 ટ્રોફીમાં ધમાલ મચાવી છે. અભિનવે અઠવાડિયામાં બીજી વખત તોફાની બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધારી દીધી છે.

Maharaja Trophy T20 2024

Maharaja Trophy T20 2024

follow google news

Maharaja Trophy T20 2024: ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અભિનવ મનોહરે મહારાજા T20 ટ્રોફીમાં ધમાલ મચાવી છે. અભિનવે અઠવાડિયામાં બીજી વખત તોફાની બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. અભિનવ મનોહર મહારાજા T20 ટ્રોફીમાં શિવમોગા લાયન્સ ટીમનો ભાગ છે. શિવમોગ્ગા લાયન્સ છેલ્લી 6 મેચ હારી હતી. આ મેચમાં અભિનવની વિસ્ફોટક ઇનિંગની મદદથી ટીમને પ્રથમ જીત મળી હતી. અભિનવ મનોહરે એક જ સપ્તાહમાં બીજી વખત તોફાની બેટિંગ કરી છે.

આ ખેલાડીએ મચાવ્યો ધમાલ

શનિવારે હુબલી ટાઈગર્સ સામે રમાયેલી મેચમાં અભિનવ મનોહરે માત્ર 27 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ તોફાની ઇનિંગ્સ દરમિયાન તેણે 9 સિક્સર ફટકારી હતી. અભિનવ મનોહરની આ તોફાની ઇનિંગની મદદથી શિવમોગા લાયન્સે હુબલી ટાઈગર્સ દ્વારા આપવામાં આવેલા 142 રનના લક્ષ્યાંકને માત્ર 15.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ એડિશનમાં મહારાજા T20 ટ્રોફીમાં શિવમોગ્ગા લાયન્સની આ પ્રથમ જીત છે. અભિનવ મનોહર અગાઉ 17મી ઓગસ્ટે મેંગ્લોર ડ્રેગન સામે મેચ રમ્યો હતો. આ મેચમાં તેણે 34 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન અભિનવે 9 સિક્સ પણ ફટકારી હતી. જોકે આ મેચમાં શિવમોગ્ગા લાયન્સ જીતી શકી નહોતી.

ગુજરાત ટાઇટન્સની મુશ્કેલી વધી

અભિનવ મનોહર IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે. અભિનવે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 19 મેચ રમી છે. આમાં તેણે માત્ર 231 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 132.76 રહ્યો છે. પરંતુ મહારાજા T20 ટ્રોફીમાં અભિનવના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગુજરાત ટાઇટન્સ તેને જાળવી રાખવા પર નજર રાખશે. આ વખતે IPL માટે મેગા ઓક્શન થવાની છે, જેના કારણે ખેલાડીઓને રિટેન કરવા માટે માત્ર 3-5 ખેલાડીઓ જ ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. મહારાજા T20 ટ્રોફીની 7 મેચમાં 31 સિક્સર સાથે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન અભિનવ મનોહર હાલમાં છે.

    follow whatsapp