Paris Olympics 2024: ભારતના હાથમાંથી આજે બે મેડલ સરકી ગયા છે. લક્ષ્ય સેન બ્રોન્ઝ જીતવામાંથી ચૂકી ગયો એટલું જ નહીં, ભારતને શૂટિંગમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો. માહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી શક્યા નહોતા. ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જે શૂટિંગમાં જ જીત્યા છે.
ADVERTISEMENT
બેડમિન્ટનમાં ભારતનું 'લક્ષ્ય' અધૂરું
લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. લક્ષ્યને મલેશિયાના લી જી જિયાના હાથે 21-13, 16-21, 11-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો લક્ષ્ય આ મેચ જીતી ગયો હોત તો તે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બની ગયો હોત.
શૂટિંગમાં પણ મેડલથી ચૂક્યા
મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગયા. અનંતજીત-મહેશ્વરીની જોડીને બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનના જિયાંગ યિટિંગ અને લિયુ જિયાનલિન સામે 44-43થી હાર આપી હતી.
ADVERTISEMENT