Paris Olympics 2025: રમતગમતના મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે એટલે કે શુક્રવારે (2 ઓગસ્ટ) ભારતીય ખેલાડીઓએ પણ કમાલ કરી હતી. ભારતીય ખેલાડીઓએ બેડમિન્ટન, તીરંદાજી, હોકી, ગોલ્ફ, શૂટિંગ, એથ્લેટિક્સ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. અંકિતા-ધીરજ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતવાથી ચૂકી ગયા. જ્યારે મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પહોંચી છે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે લક્ષ્ય સેન સેમીફાઈનલમાં પહોંચ્યો છે.
ADVERTISEMENT
સેમી ફાઇનલમાં પહોંચનારા ભારતના પહેલા પુરૂષ શટલર બન્યા
લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો છે. લક્ષ્ય મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. લક્ષ્ય આ ઈવેન્ટની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. લક્ષ્ય પહેલી ગેમ હારી ગયો, પરંતુ બીજી ગેમમાં તેણે પુનરાગમન કર્યું. પછી તેણે નિર્ણાયક ગેમ જીતી લીધી અને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
સેમિફાઇનલમાં લક્ષ્ય કોની સાથે ટકરાશે?
લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. હવે તે મેડલથી માત્ર એક જીત દૂર છે. લક્ષ્યનો મુકાબલો 4 ઓગસ્ટે સેમિફાઇનલ મેચમાં લોહ કીન યેવ (સિંગાપોર) અથવા વિક્ટર એક્સેલસન (ડેનમાર્ક) સામે થશે.
ADVERTISEMENT