Asia Cup 2023, IND vs PAK: એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વનડેમાં રનના મામલામાં ભારત માટે આ મોટી જીત છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 356 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જો કે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રન જ બનાવી શકી હતી. ઈજાના કારણે હારીસ રઉફ અને નસીમ શાહ બેટિંગ માટે બહાર આવ્યા ન હતા. આ રીતે વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતે પાકિસ્તાન સામે મોટી જીત નોંધાવી હતી. પાકિસ્તાન સામેની આ વિસ્ફોટક જીતથી કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. ખાસ કરીને, તેણે કેએલ રાહુલની પ્રશંસા કરી, જેણે પરત ફરતી વખતે સદી ફટકારી.
ADVERTISEMENT
મેચમાં પાણી પીવડાવવું પડશે વિચારીને આવેલા રાહુલે સદી મારી
સ્ટાર સ્પોર્ટ્સ સાથેના ઈન્ટરવ્યૂમાં કે.એલ રાહુલે કહ્યું, “રાહુલ (દ્રવિડ) ભાઈએ મને ટોસની 5 મિનિટ પહેલા કહ્યું કે હું રમી રહ્યો છું. હું મારી સાથે કંઈ લાવ્યો ન હતો કારણ કે મેં વિચાર્યું હતું કે હું ફક્ત આ મેચમાં પાણી જ પીવડાવીશ. મારી કારકિર્દીમાં મારી સાથે વિચિત્ર વસ્તુઓ બની છે અને આ તેમાંથી જ એક વસ્તુ હતી.”
રોહિત શર્માએ કે.એલ રાહુલના કર્યા વખાણ
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, “મેચમાં અમે જે રીતે બેટિંગ કરી, તેમાં અમારા માટે ઘણી સકારાત્મક બાબતો હતી અને પછી વિરાટ અને કેએલની બેટિંગ હતી. આપણે જાણીએ છીએ કે કોહલીની આ એક સામાન્ય ઇનિંગ હતી. તેણે પોતાની ઇનિંગ્સને સારી રીતે બનાવી હતી. કેએલ માટે ખૂબ જ ખુશ છું. છેલ્લી ઘડીમાં ફેરફાર કર્યો હતો. ઈજામાંથી સાજા થયા બાદ કમબેક કરવો સરળ નથી. ટોસની પાંચ મિનિટ પહેલા અમારે કેએલ રાહુલને કહેવું હતું કે તમે રમી રહ્યો છો. આવા સંજોગોમાં મેચમાં પ્રવેશ કરવો અને આવી ઇનિંગ્સ રમવી ખરેખર અદ્ભુત છે.”
બુમરાહને પણ કર્યું શાનદાર કમબેક
રોહિત પણ ટીમ ઈન્ડિયાની બોલિંગથી ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવના ખૂબ વખાણ કર્યા. રોહિતે કહ્યું, બુમરાહ ખૂબ જ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે બોલને બંને રીતે સ્વિંગ કર્યો. તેણે છેલ્લા 8-15 મહિનામાં ઘણી મહેનત કરી છે. હું જાણું છું કે આવી ઈજા પછી પરત ફરવું કેટલું મુશ્કેલ છે. બુમરાહ હાલમાં 27 વર્ષનો છે. તેના માટે કમબેક કરીને આવી બોલિંગ કરવી એ બતાવે છે કે બુમરાહ શું છે.
ADVERTISEMENT