WPL Auction 2024: Kashvee Gautam બની સૌથી મોંધી અનકેપ્ડ ખેલાડી, બેસ પ્રાઈઝ કરતા 19 ગણી કિંમતમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી

Kashvee Gautam becomes most expensive uncapped player in WPL : મહિલા પ્રીમિયર લીગની મિની ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ. મુંબઈમાં ચાલી રહેલી આ હરાજીમાં પહેલી જ…

gujarattak
follow google news

Kashvee Gautam becomes most expensive uncapped player in WPL : મહિલા પ્રીમિયર લીગની મિની ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ. મુંબઈમાં ચાલી રહેલી આ હરાજીમાં પહેલી જ ખેલાડી પર 1 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ફોબી લિચફિલ્ડને (Phoebe Litchfield) ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવી હતી. આ સિવાય ભારતની કાશવી ગૌતમની પણ લોટરી લાગી છે. અત્યાર સુધીની સૌથી મોંધી ભારતીય અનકેપ્ડ ખેલાડી બની છે. ગુજરાત જાયન્ટ્સે બેસ પ્રાઈઝ કરતા 19 ગણી કિંમત આપી તેને પોતાની ટીમનો હિસ્સો બનાવી છે. કાશવી ગૌતમની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા હતી જેને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમનો ભાગ બનાવી છે.

A bid to remember!

Gujarat Giants win the bidding war to get Kashvee Gautam for INR 2 Cr 🔥🔥#TATAWPLAuction | @TataCompanies pic.twitter.com/JUlusSI9M8

— Women's Premier League (WPL) (@wplt20) December 9, 2023

કોણ છે કાશવી ગૌતમ?

કાશવી ગૌતમ એક 20 વર્ષીય ખેલાડી છે જેને ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-19 વનડે ટુર્નામેન્ટની એક મેચમાં શાનદાર કમાલ કરી હતી. આ મેચમાં હેટ્રિક સાથે તેમણે તમામ 10 વિકેટ પોતાને નામ કરી હતી. આ સિવાય પણ તેમણે ઘણા કમલો કર્યા છે જેમાં સિનિયર વિમેન્સ T20 ટ્રોફીમાં કાશવીએ 7 મેચમાં 12 વિકેટ લીધી હતી.

વૃંદા દિનેશ બીજા નંબરની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી

22 વર્ષની વૃંદા ટોપ ઓર્ડર બેટ્સમેન છે. તાજેતરમાં જ તેને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે ઑફ-સિઝનમાં પાંચેય ફ્રેન્ચાઇઝીઓને ટ્રાયલ આપી. વૃંદા આ વર્ષની શરૂઆતમાં સિનિયર મહિલા ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. યુપી વોરિયર્સે તેને 1.30 કરોડ રૂપિયામાં ખરીદી છે.

    follow whatsapp