T20 World Cup 2024: ભારતીયને મોટો ઝટકો, વર્લ્ડ કપમાંથી આઉટ થયો આ દિગ્ગજ ખેલાડી, ઋષભ પંત કરી શકે છે વાપસી

Mohammad Shami Ruled Out of T20 World Cup 2024: ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ભારતીય ખેલાડીઓ 22 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ભાગ લેવા જઈ રહ્યા છે. IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સ (GT)ને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આગામી IPL માંથી બહાર થઈ ગયો છે.

શમી આઈપીએલ 2024માંથી પણ બહાર

Mohammad Shami Ruled Out of T20 World Cup 2024

follow google news

Mohammad Shami Ruled Out of T20 World Cup 2024: ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ભારતીય ખેલાડીઓ 22 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ભાગ લેવા જઈ રહ્યા છે. IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સ (GT)ને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આગામી IPL માંથી બહાર થઈ ગયો છે. 

શમી આઈપીએલ 2024માંથી પણ બહાર 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે રિષભ પંત, મોહમ્મદ શમી અને કેએલ રાહુલને લઈને મોટું અપડેટ આપ્યું છે. શાહે કહ્યું કે, પગની સર્જરીમાંથી સાજો થઈ રહેલો શમી આ વર્ષે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ભારતમાં રમાનારી ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમનો હિસ્સો બનશે. ભારત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની બે ટેસ્ટ અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરશે. શમીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી.

ઋષભ પંતને સ્થાન મળી શકે

BCCI સેક્રેટરીએ કહ્યું કે, ઋષભ પંત IPLમાં પરત ફરવા માટે તૈયાર છે. અમે તેની ફિટનેશ અંગે જલ્દીથી જાહેરાત કરીશું. જો તે T20 વર્લ્ડ કપ રમી શકે છે તો તે અમારા માટે મોટી વાત હશે. તે અમારા માટે મહત્વપૂર્ણ ખેલાડી છે.  જોકે એ પણ જોવું પડશે કે IPL 2024 દરમિયાન તેનું પ્રદર્શન કેવું છે, પરંતુ હવે જોવાનું એ છે કે તે IPL 2024માં વિકેટ કીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.

    follow whatsapp