દિગ્ગજ ભારતીય ક્રિકેટરને કેન્સર થતાં મદદ માટે આગળ આવ્યા જય શાહ; કરી મોટી જાહેરાત

Anshuman Gaekwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અંશુમન ગાયકવાડની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાનું બીડું ઝડપ્યું હતું.

Anshuman Gaekwad

જય શાહ મદદે આવ્યા

follow google news

Anshuman Gaekwad:  પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અંશુમન ગાયકવાડની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાનું બીડું ઝડપ્યું હતું. કપિલ દેવે પોતાનું પેન્શન અંશુમન ગાયકવાડને આપવાનો નિર્ણય લીધો હતો. તો મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીની મદદ માટે આગળ આવ્યા. 

BCCI એ કરી આ માટી જાહેરાત 

હવે આ દિગ્ગજ ખેલાડીની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આગળ આવ્યું છે. BCCI અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે તાત્કાલિક 1 કરોડ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. જય શાહે અંશુમન ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા છે. 

BCCI તેમના પરિવાર સાથે ઉભું છેઃ જય શાહ

જય શાહે કહ્યું કે, સંકટની આ ઘડીમાં બોર્ડ અંશુમન ગાયકવાડના પરિવાર સાથે ઉભું છે અને તેઓ ઝડપી સ્વસ્થ થઈ જાય તે માટે જે જરૂરી હશે તે કરશે. BCCI વિશ્વાસ છે કે તેઓ આ તબક્કામાંથી પૂરી તાકાત સાથે બહાર આવશે.

કપિલ દેવે માંગી હતી મદદ

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અંશુમાન ગાયકવાડ આ દિવસોમાં બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. હાલ તેઓ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પૂર્વ કેપ્ટન કપિલ દેવે તેમની સારવાર માટે BCCI પાસે મદદ માંગી હતી. કપિલ દેવે જણાવ્યું હતું કે, તેમના પૂર્વ સાથી ખેલાડીઓ દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી, મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટિલ અને કીર્તિ આઝાદ તેમની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. કપિલ દેવે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે BCCI ગાયકવાડને આર્થિક મદદ કરશે. ત્યારે હવે BCCIએ મદદની જાહેરાત કરી છે.  

2000માં બન્યા હતા ટીમના કોચ

તમને જણાવી દઈએ કે અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધી ચાલ્યું હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. આ પછી તેઓ 1997થી 1999 અને ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ પણ બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી જીતી હતી.

    follow whatsapp