Asia Cup-2023 ને અધવચ્ચે છોડી જસપ્રીત બુમરાહ અચાનક ભારત પરત ફર્યો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોથી ભારત પર આવી ગયો છે. જો કે ફેન્સ માટે સારા સમાચાર છે કે,…

Jasprit Bumrah case

Jasprit Bumrah case

follow google news

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોથી ભારત પર આવી ગયો છે. જો કે ફેન્સ માટે સારા સમાચાર છે કે, તેઓ કદાચ એશિયા કપ સુપર-4 તબક્કા માટે ટીમમાં જોડાઇ શકે છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી રમશે. ભારતનું એશિયા કપ 2023 માં આગામી મેચ નેપાળ સામે છે, જે સોમવારે રમાશે.

બુમરાહ સંપુર્ણ ફીટ છે પરંતુ વ્યક્તિગત્ત કારણથી પરત ફર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહ સંપુર્ણ ફીટ છે પરંતુ વ્યક્તિગત્ત કારણોથી તેઓ નેપાળની વિરુદ્ધ સોમવારે આયોજીત થનારી મેચ નહી રમી શકે. જો કે રિપોર્ટ અનુસાર તેઓ ભારતની સુપર-4 તબક્કાની મેચમાં વાપસી કરશે. ઇએસપીએ ક્રિકઇન્ફોના રવિવારે પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બુમરાહ ભારત પરત ફર્યા છે. તેઓ ભારત પરત ફરવા પાછળનું કારણ વ્યક્તિગત્ત છે. બુમરાહ જો કે સંપુર્ણ ફીટ છે અને જો ભારત સુપર ચાર તબક્કામાં સ્થાન બનાવે છે તો તેઓ મેદાન પર ઉતરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મેચમાં આક્રમક પ્રદર્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાશે મેચ વરસાદના કારણે રદ્દ ઘોષિત થઇ. આ મેચમાં જસપ્રીત બુમરાહને બોલિંગ કરવાની તક પણનહોતી મળી પરંતુ તેમણે બેટિંગમાં પોતાનો દમ દેખાડ્યો હતો. તેમણે 14 બોલમાં 16 રન બનાવ્યા હતા. પોતાની રમતમાં તેમણે ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. બુમરાહના કારણે ભારત 266 ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.

આયરલેન્ડ મુલાકાત દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો

જસપ્રીત બુમારે ગત્ત મહિને આયરલેન્ડ મુલાકાત દરમિયાન કેપ્ટન તરીકે ભારતીય ટીમમાં પરત ફરી હતી. આ ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધની સિરિઝમાં કમરના નીચલા હિસ્સામાં થયેલી ઇજાને કારણે આશરે 11 મહિના સુધી ક્રિકેટથી દુર રહ્યા હતા. આ સીરીઝમાં તે ખુબ જ સારી લયમાં જોવા મળ્યા હતા.

    follow whatsapp