PBKS vs MI: IPL 2024 સીઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ સામે 9 રનથી જીત મેળવી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. તો મેચ જીત્યા બાદ મુંબઈના કોચ માર્ક બાઉરે સૌથી સારું પ્રદર્શન કરનાર ખેલાડીને બેજ આપે છે. જ્યારે આ બેજ આપવાનો સમય આવ્યો ત્યારે પંજાબ સામેની મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ લેનાર જસપ્રિત બુમરાહને નહીં, પરંતુ 4 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ લેનાર ગેરાલ્ડ કોએત્ઝીને આપવામાં આવ્યો હતો. આના પર બુમરાહ તાળીઓ પાડતો રહ્યો અને મુંબઈના ડ્રેસિંગ રૂમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: PBKS-MIની મેચમાં હોબાળો, સિગ્નલ આપતા 'પકડાયું' મુંબઈનું ડગઆઉટ, SRHના પૂર્વ કોચે કરી ખાસ માંગ
જસપ્રીત બુમરાહને બેજ મળ્યો નહીં
વાસ્તવમાં, જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝીએ મળીને 193 રનના ચેઝમાં પંજાબ કિંગ્સના 14 રનમાં ચાર વિકેટ લીધી હતી. આમાં બુમરાહ અને કોએત્ઝીએ ટોપ ઓર્ડર બેટ્સમેનોની બે-બે વિકેટ લીધી હતી. જ્યારે આ પછી પણ બુમરાહ અને કોએત્ઝીનો સારી બોલિંગ કરી હતી અને બંનેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. પરંતુ બુમરાહે માત્ર 21 રન આપ્યા હતા જ્યારે કોએત્ઝીએ 32 રન ખર્ચ્યા હતા. તેમ છતાં, મુંબઈના દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પોતાના જ દેશમાંથી આવતા ફાસ્ટ બોલર કોએત્ઝીને જીતનો બેજ આપ્યો હતો. જ્યારે બુમરાહને આ સન્માન મળ્યું નહીં.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો હતો. જોકે કોએત્ઝીને મેડલ અપાતા ક્રિકેટ ફેન્સે કોમેન્ટ બોક્સમાં બુમરાહને બેસ્ટ બોલર ગણાવ્યો હતો.
આ પણ વાંચો: IPL 2024: હાર્દિક પંડ્યા મેચ જીત્યો પણ એક ભૂલ ભારે પડી, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ
મુંબઈએ ત્રીજી જીત નોંધાવી
મેચની વાત કરીએ તો મુંબઈ તરફથી બેટિંગ કરતા પહેલા સૂર્યકુમાર યાદવે 53 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 78 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે મુંબઈએ પહેલા બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.1 ઓવરમાં 183 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સે સાતમી મેચમાં ત્રીજી જીત હાંસલ કરીને આઈપીએલ 2024 સિઝનના ટોપ-4માં સ્થાન મેળવવાની આશા જીવંત રાખી છે.
ADVERTISEMENT