Jasprit Bumrah News: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો, પરંતુ મુંબઈએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં હવે શુભમન ગિલને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે હવે મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે. જેના કારણે ક્રિકેટ જગતમાં ભૂકંપ આવી ગયો છે. ચાહકો તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે, ચાહકોને લાગે છે કે બુમરાહ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બધુ બરાબર નથી.
ADVERTISEMENT
બુમરાહે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી
જસપ્રીત બુમરાહે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંને સોશિયલ મીડિયા હેન્ડલ પરથી MIને અનફોલો કરી દીધું છે. બુમરાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે ‘કેટલીકવાર કોઈપણ સવાલનો સૌથી સારો જવાબ ચૂપ રહેવાનું છે’. આનાથી સ્પષ્ટ થાય છે કે બુમરાહના મગજમાં ઘણું બધું ચાલી રહ્યું છે. બુમરાહ જબરજસ્તી ચૂપ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે બુમરાહ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસીથી ખુશ નથી.
બુમરાહની સ્ટોરીથી મળ્યા ઘણા સંકેતો
બુમરાહે બીજી એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે ‘કેટલીકવાર લોભી બનવું સારું છે અને વફાદાર રહેવું સારું નથી’. બુમરાહની આ પોસ્ટ ઘણું બધું કહી રહી છે. બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સના કોઈ નિર્ણયથી ખુશ નથી. આવી સ્થિતિમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. બુમરાહનું મુંબઈને અનફોલો કરવું એ સ્પષ્ટપણે સંકેત આપે છે કે બુમરાહ MIથી ખુશ નથી અને ગમે ત્યારે મુંબઈને વિદાય આપી શકે છે.
MIની કઈ વાતથી નારાજ બુમરાહ?
એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા હાલમાં ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન છે અને આવનારા સમયમાં હાર્દિક પંડ્યા તેનું સ્થાન લઈ શકે છે. હાર્દિકની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે એક સિઝન ટાઇટલ જીત્યું હતું, જ્યારે ગત સિઝનમાં રનર અપ રહી હતી. IPL 2024 ની હરાજી પહેલા, હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો. આ બધા માટે આશ્ચર્યજનક હતું. હવે હાર્દિક મુંબઈનો કેપ્ટન બની શકે છે. જ્યારે રોહિત બાદ જસપ્રીતને ટીમનો આગામી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો. એવામાં જસપ્રીત હાર્દિકના કારણે કેપ્ટન નહીં બની શકે.
ADVERTISEMENT