can rcb qualify for playoffs 2024? : રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ એક શાનદાર જીત નોંધાવી. આ જીત સાથે, RCB ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનના પ્લેઓફની રેસમાં યથાવત છે. ગુરુવારે (9 મે) ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) ને 60 રનથી હરાવ્યું. હવે ચાલોએ સમજીએ કે કેવી રીતે હજુ પણ RCB પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
ADVERTISEMENT
પોઈન્ટ ટેબલ એક નજર
હાલ પોઈન્ટ ટેબલ એક નજર કરીએ તો પંજાબ કિંગ્સ સામે શાનદાર જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10 પોઈન્ટ પર છે અને રનરેટ પણ 0.217 છે, ચેન્નાઈ, દિલ્હી અને લખનૌની ટીમો 12-12 પોઈન્ટ સાથે ટેબલમાં અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. પ્રથમ ત્રણ સ્થાનની વાત કરવામાં આવે તો કોલકાતા નાઈટ રાઈડર્સ (16), રાજસ્થાન રોયલ્સ (16) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (14) છે. હવે RCB ની વાત કરવામાં આવે તો હજુ બે મેચ બાકી છે. તેણે આ બંને મેચ તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી પર રમવાની છે. તેમણે આ બંને મેચમાં સારી રીતે જીત નોંધાવી પડશે, એટલે તે 14 પોઈન્ટ પર પહોંચી જશે.
પ્લેઓફનું ગણિત
જો ટીમના આગામી મેચ વિશે વાત કરવામાં આવે તો 12મી મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને 18મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. હવે પ્રથમ તે દિલ્હીને હરાવશે તેની સાથે જ તેની સારી રન રેટના કારણે દિલ્હીને પાછળ છોડી આગળ નીકળી જશે. જો દિલ્હી આ પછી તેની છેલ્લી મેચ જીતી જાય તો પણ નેગેટિવ રન રેટને કારણે તેનું પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું ખૂબ જ અધરું છે. ત્યારબાદ તેનો મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ જો હારી જશે તો પણ તેના બે મેચ બાકી છે અને રન રેટ પણ સારી છે એટલે RCB સામે હારથી CSK ને બોવ મોટો ફરક પડશે નહી. લખનૌ સુપરજાયન્ટ્સના 12 મેચમાંથી 12 પોઈન્ટ છે. જો તે બંને મેચ જીતી જાય છે તો RCBની આશાઓ પર પાણી ફરી વળી શકે છે. પરંતુ જો લખનૌ એક મેચ જીતશે તો તે 14 પોઈન્ટ પર અટકી જશે. તેનો રન રેટ ખૂબ જ ખરાબ છે (-0.769). માટે RCB તેની ઉપર રહેશે અને પ્લેઓફની રેસમાં ચોથા સ્થાને દાવેદારી નોંધાવી શકે છે.
Career Tips: ધોરણ 12 સાયન્સ પછી શું કરવું? સરળ ભાષામાં જુઓ સરળ જવાબ
KKR-RR ની જીત RCB માટે મહત્વની
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) બંનેના 16 પોઈન્ટ સાથે ટેબલ ટોપ પર છે. બંને ટીમોની 3-3 મેચ બાકી છે. RCB માટે એ પણ મહત્વનું છે તે ટીમ તમામ મેચો જીતે, જેથી ચેન્નાઈ, દિલ્હી અને લખનૌને થોડું પોઈન્ટમાં નુકશાન થાય, એવું થશે તો જ RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.
ADVERTISEMENT