CSK Team IPL Playoffs Scenario 2024: મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન યથાવત છે. તેણે તેની સાતમી મેચ જીતી લીધી છે અને આ ટીમ હવે પ્લેઓફમાં એન્ટ્રી માટે તૈયાર છે. પરંતુ CSK ટીમનો એક રેકોર્ડ તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, આવી સ્થિતિમાં તેણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવી
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈની ટીમે રવિવારે (12 મે)ના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં તેની 13મી મેચ રમી હતી. ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 5 વિકેટે હરાવી હતી.
છેલ્લી મેચ બેંગ્લોર સામે રમાશે
હવે ચેન્નાઈની ટીમે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ બેંગ્લોરના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી ચેન્નાઈની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર 13માંથી 7 મેચ રમી છે. તેમાંથી તેણે 5 મેચ જીતી છે. તેમજ બાકીની 6 મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમાઈ છે જેમાંથી તે માત્ર 2 મેચ જીતી શકી છે.
...નહીં તો રેસમાંથી થશે બહાર
હવે ચેન્નાઈની ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી અને મહત્વની મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમવાની છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને પોતાનો રેકોર્ડ સુધારવાની જરૂર પડશે નહીં તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.
IPL 2024માં ચેન્નાઈ ટીમના પરિણામો
- ઘરેલું મેદાનમાં 7 મેચો રમી
- 5 મેચમાં જીત, 2 મેચમાં પરાજય
- અન્ય રાજ્યના મેદાનમાં 6 મેચો રેમી
- 2 મેચમાં જીત, 4 મેચમાં પરાજય
IPL Points Table 12-05-24
IPLના એક વેન્યૂ પર કોઈ ટીમની જીતનો રેકોર્ડ
52 - KKR (કોલકાતા)
52 - MI (મુંબઈ વાનખેડે)
50 - CSK (ચેન્નાઈ)*
42 - RCB (બેંગ્લોર)
37 - RR (જયપુર)
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સ્વૉડ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રાજવર્ધન હંગેરકર, રવીન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહિશ તીક્ષ્ણા, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહેમાન અને અવનીશ રાવ અરવલી.
ADVERTISEMENT