MI Fans Killed Elderly Man: મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદની મેચમાં રોહિત શર્માના આઉટ થવાની ઉજવણી કરવી ક્રિકેટ ફેન માટે જીવલેણ સાબિત થઈ હતી. આ ફેનને જોઈને મુંબઈ ઈન્ડિયન્સના બે ફેન્સ ગુસ્સે થઈને તેના પર હુમલો કરી દીધો. હકીકતમાં, બુધવારે (27 માર્ચ) રાત્રે લગભગ 10 વાગ્યે, મુંબઈ ઈન્ડિયન્સના બે ફેન્સ મહારાષ્ટ્રાના કોલ્હાપુરમાં એક વૃદ્ધ પર હુમલો કરીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. આ હુમલામાં વૃદ્ધ બંદોપંત બાપસો ટિબિલે (ઉંમર 63 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન શનિવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં બળવંત મહાદેવ ઝાંજગે અને સાગર સદાશિવ ઝાંજગેની પોલીસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: IPL 2024: વિરાટ કોહલીની વિસ્ફોટક બેટિંગ, Gayle અને de Villiers નો એકસાથે તોડ્યો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સના 2 ફેન્સ વૃદ્ધનું માથું ફોડી નાખ્યું
ભારતમાં IPLનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક તરફ ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી લગાવીને સારા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ ખેલાડીઓ પણ કરોડો રૂપિયા કમાય છે. બે સૌથી સફળ ટીમો, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, ભારતમાં મોટી સંખ્યામાં સમર્થકો ધરાવે છે. બંને ટીમોના સમર્થકો એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે. બંને ટીમના ફેન્સ હંમેશા સોશિયલ મીડિયા પર એકબીજાને ટ્રોલ કરતા રહે છે. પરંતુ આ યુદ્ધ હવે વાસ્તવિકતામાં શરૂ થઈ ગયું છે.
હૈદરાબાદ-મુંબઈની મેચ વખતે મારામારી
બુધવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ શરૂ થઈ હતી. આ સમયે કોલ્હાપુર જિલ્લાના કરવીર તાલુકાના હણમંતવાડીના રહેવાસી મુંબઈ ઈન્ડિયન્સના સમર્થકો બળવંત ઝાંજગે અને સાગર ઝાંજગે શેરીમાં શિવાજી ગાયકવાડના ઘરે આઈપીએલ મેચ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો: શાહરૂખ ખાનની IPL ટીમમાં વિદેશી ખેલાડીઓ ખુશ નથી? KKRથી રમેલા ક્રિકેટરનો ચોંકાવનારો દાવો
'મુંબઈ મેચ હારશે' કહેતા વૃદ્ધ પર હુમલો
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રનનો પહાડ બનાવી દેતાં મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ રીતે પરેશાન થઈ ગઈ હતી. તે જ સમયે, વૃદ્ધ બંદોપંત ટિબિલે ત્યાં પહોંચ્યા. રોહિત શર્માની વિકેટ થોડી જ વારમાં પડતા બંદોપંત તિબિલે કહી દીધું કે હવે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શકશે નહીં. આથી ઉશ્કેરાયેલા બળવંત ઝાંજગે અને સાગર ઝાંજગેએ લાકડીઓ વડે વૃદ્ઘના માથાના ભાગે માર માર્યો હતો. માથામાંથી લોહી વહેવા લાગતા વૃદ્ધ બેભાન થઈ ગયા. આથી ત્યાં હાજર લોકોએ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને સીપીઆરમાં દાખલ કર્યા હતા. માથામાં ગંભીર ઈજાના કારણે તેમની હાલત નાજુક હતી અને આઈસીયુમાં સારવાર દરમિયાન શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. તિબિલના પરિવારમાં પત્ની, પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. આ ઘટનાથી ગામમાં સનસનાટી મચી ગઈ છે અને ગામમાં સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા બંદોપંત ટીબિલેના અકાળે અવસાનથી લોકો શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના બંને સમર્થકો પોલીસ કસ્ટડીમાં છે
દરમિયાન, આ ઘટના બાદ બળવંત ટિબિલેના ભાઈ સંજય બાપસો ટિબિલે (ઉંમર 48)એ કરવીર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાનો ક્રમ અને વિવાદનું કારણ પોલીસને મૂંઝવણમાં મૂકી દે છે. ફરિયાદ અનુસાર, પોલીસે બળવંત મહાદેવ ઝાંજગે (ઉંમર 50) અને સાગર સદાશિવ ઝાંજગે (ઉંમર 35, બંને હણમંતવાડીના રહેવાસી) વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.
ADVERTISEMENT