IPL Auction 2024 Update: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માટે મિની ઓક્શન મંગળવારે દુબઇમાં યોજાયું હતું. આ વખતે નીલામીમાં ઓક્શનર તરીકે પહેલીવાર મહિલા જોવા મળી. આ ભુમિકા મલ્લિકા સાગરે નિભાવી હતી. જો કે નીલામી પ્રક્રિયા દરમિયાન એક મોટી ભુલ થઇ હતી.
ADVERTISEMENT
મલ્લિકાની ભુલના કારણે RCB ને થયું 20 લાખ રૂપિયાનું નુકસાન
મલ્લિકાની ભુલના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ભુલ તે દરમિયાન થઇ જ્યારે વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર બોલર અલ્ઝારી જોસેફની બોલી બોલાઇ રહી હતી. અલ્ઝારીની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. RCB એ તેને 11.50 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જોસફ 11.50 કરોડની સાથે IPL માં વેસ્ટઇંડીઝના બીજા સૌથી મોંઘા ખેલાડી બની ચુક્યા છે. તેની આગળ માત્ર નિકોલસ પુરન છે, જેને સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલ 2023 માં 16 કરોડ રૂપિયા મળ્યા હતા.
ચેન્નાઇએ જોસેફને ઉંચે ચડાવી છોડી દીધો
જોસેફ પર બોલી લગાવવાની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સે કરી હતી. તેમની ટક્કર દિલ્હી કેપિટલ્સ સાથે થઇ હતી. 3 કરોડ રૂપિયા સુધીની બોલી તો ચેન્નાઇ ટીમ હટી ગઇ પરંતુ લખનઉ અને આરસીબીની એન્ટ્રી થઇ હતી. આ તમામ વચ્ચે બોલી લાગતી રહી. જે 6.40 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.
અહીં થઇ મલ્લિકાની ભુલ
મલ્લિકાથી તે ભુલ થઇ જ્યાં થોડા સમય માટે બોલી અટક્યા બાદ એકવાર ફરીથી RCB એ પેડલ ઉઠાવીને બોલી લગાવવાનું શરૂ કર્યું પરંતુ મલ્લિકાએ બીજી બોલીમાં 6.60 કરોડ રૂપિયા બોલવાના હતા. જો કે તેણે 6.80 કરોડ બોલી દીધા. ત્યાંથી બોલી ચાલુ થઇ જે 11.50 કરોડ પર આવીને અટકી હતી. RCB એ જોસેફને ખરીદી તો લીધો પરંતુ તેને 20 લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું.
અગાઉ પણ નીલામી દરમિયાન અનેક ભુલ થઇ ચુકી છે
જો કે આ પ્રકારની ભુલ અગાઉ પણ ઘણી વખત જોવા મળી છે. ગત્ત ઓક્શનમાં પણ આવી જ એક ભુલ થઇ હતી. જોસેફ આ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ માટે રમી ચુક્યો છે. આ નીલામીમાં ઓસ્ટ્રેલિયા ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કોલકાતાએ તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ADVERTISEMENT