Virat Kohli Record: IPL 2024ની સિઝનમાં બેંગલુરુના મેદાનમાં વિરાટ કોહલીએ તોફાની બેટિંગ કરી હતી. કોહલી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 20 ઓવરમાં અણનમ રહ્યો અને તેણે 59 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 83 રનની અણનમ ઈનિંગ રમી. આ સાથે કોહલીએ IPLમાં ઇતિહાસ રચી દીધો છે. કોહલીએ એક સાથે AB de Villiers અને Chris Gayle નો રેકોર્ડ તોડ્યો છે.
ADVERTISEMENT
ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
કોહલીએ 83 રનની અણનમ ઇનિંગ દરમિયાન ચાર સિક્સ ફટકારી હતી, જેની સાથે જ IPL ઈતિહાસમાં ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ RCB માટે 240 સિક્સર ફટકારી નંબર વન પર પહોંચી ગયા છે. જ્યારે આ પહેલા ક્રિસ ગેલે RCB માટે 239 સિક્સર ફટકારી હતી.
ADVERTISEMENT