IPL 2024 Schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન 22 માર્ચથી શરૂ થશે અને લોકસભા ચૂંટણી હોવા છતાં, તેનું આયોજન કરવામાં આવશે. આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે આ માહિતી આપી હતી. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મેમાં યોજાય તેવી શક્યતા છે અને તેથી જ IPL 2024નું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
શરૂઆતમાં માત્ર 15 દિવસનું શેડ્યૂલ જ જાહેર કરાશે
ધૂમલે PTIને જણાવ્યું હતું કે, શરૂઆતમાં 17મી સીઝનના માત્ર પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવશે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોના સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે.
22 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થઈ શકે છે
લોકસભા ચૂંટણીની તારીખો આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થાય તેવી શક્યતા છે. ધૂમલે કહ્યું, “અમે 22 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે.
આ તારીખે યોજાશે ફાઇનલ મેચ!
અગાઉ 2009 માં, સામાન્ય ચૂંટણી દરમિયાન, IPLની સમગ્ર સિઝનનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું જ્યારે 2014 માં, તેની કેટલીક મેચો યુએઈમાં આયોજિત કરવામાં આવી હતી. આ પછી, 2019 સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, આ લીગનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું હતું. જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઈપીએલની ફાઈનલ 26 મેના રોજ યોજાઈ શકે છે.
ADVERTISEMENT