IPL 2024: ગુજરાત ટાઇટન્સમાં Mohammed Shami ની જગ્યાએ રમશે આ ખેલાડી, MI માં પણ મોટો ફેરફાર

IPL 2024 Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆત આવતીકાલથી થશે. પરંતુ તે પહેલા બે ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમમાં પ્રથમ ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના (Mohammed Shami) સ્થાને નવા બોલરના નામની જાહેરાત કરી હતી.

IPL 2024 Match

IPL ની શરૂઆત પહેલા જ બે ટીમોમાં મોટા ફેરફાર

follow google news

IPL 2024 Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆત આવતીકાલથી થશે. પરંતુ તે પહેલા બે ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમમાં પ્રથમ ફેરફાર જોવા મળ્યો છે. ફ્રેન્ચાઇઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના (Mohammed Shami) સ્થાને નવા બોલરના નામની જાહેરાત કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સમાં પણ બદલાવ 

તો આ સિવાય  હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પણ શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાના સ્થાને રિપલેશમેન્ટની જાહેરાત કરી છે. મધુશંકાને તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તેને IPLમાંથી પણ બહાર થવું પડ્યું છે. 

મોહમ્મદ શમીના સ્થાને આ નવા બોલરને ટીમમાં મળ્યું સ્થાન 

સૌ પ્રથમ, ગુજરાતની વાત કરીએ, જેમાં ફ્રેન્ચાઇઝીએ ઝડપી બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને લીધો છે, જે અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી રમી ચૂક્યો છે. સંદીપે 2019માં IPLમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેણે અત્યાર સુધી માત્ર 5 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે. જ્યારે શમી પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેણે હાલમાં જ સર્જરી કરાવી છે. આ કારણે શમી જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024માં રમી શકશે નહીં. ગુજરાત ફ્રેન્ચાઈઝીએ શમીના સ્થાને સંદીપને 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે લીધો છે. KKR એ IPL 2022 મેગા ઓક્શન પહેલા સંદીપને રિલીઝ કર્યો હતો. 

મધુશંકાના સ્થાને 17 વર્ષના મફાકાની મુંબઇમાં એન્ટ્રી

આ સિવાય દિલશાન મદુશંકાના સ્થાને સાઉથ આફ્રિકાના ક્વેના માફાકા (Kwena Maphaka) મુંબઈ ટીમ સાથે જોડાયા છે. 17 વર્ષના મફાકાએ તાજેતરમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેણે IPL ઓક્શનમાં ભાગ લીધો હતો, પરંતુ તેને કોઈએ ખરીદ્યો ન હતો પરંતુ હવે તે મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે. પેસર મફાકા હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી. એટલે કે તે હવે આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે જોડાઈ ગયો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.  

 

    follow whatsapp