IPL 2024 Ravindra Jadeja News: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024ના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હાથે 27 રને મળેલી હારથી ચેન્નાઈની આ સિઝનની સફર ખતમ થઈ ગઈ છે. MS ધોની અને રવિન્દ્ર જાડેજાએ સાથે મળીને ચેન્નાઈને હારથી બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયા. ચેન્નાઈના ખેલાડીઓ આ હારથી ખૂબ જ દુઃખી છે. જાડેજા પણ ખૂબ નિરાશ છે. લીગમાંથી બહાર થયા બાદ જાડેજાના પત્ની રીવાબાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, હાર બાદ જાડેજાની હાલત કેવી છે.
ADVERTISEMENT
રીવાબાએ સેલ્ફી શેર કરી
આ હાર બાદ જાડેજાના પત્ની રિવાબાએ તેની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે જાડેજાનો મૂડ ઠીક કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ફોટામાં રીવાબા, જાડેજા સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. પરંતુ જાડેજાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે. રિવાબાએ ફોટો સાથે લખ્યું- તેના મગજને બીજે વાળવાનો પ્રયાસ કરી રહી છું...
જાડેજા મોટા શોટ મારી શક્યો નહીં
વાસ્તવમાં RCBએ ચેન્નાઈને 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈ 7 વિકેટે 191 રન જ બનાવી શકી અને 27 રનથી મેચ હારી ગઈ. જો ચેન્નાઈની હારનું માર્જિન 18 રનથી ઓછું રહ્યું હોત તો પણ તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ હોત, પરંતુ એવું થયું નહીં. ચેન્નાઈને હારનું માર્જિન ઘટાડવા માટે છેલ્લા બે બોલ પર 10 રનની જરૂર હતી, પરંતુ જાડેજા યશ દયાલની છેલ્લી ઓવરના છેલ્લા બે બોલ પર એક પણ રન ઉમેરી શક્યો ન હતો અને આ સાથે ચેન્નાઈ પ્લેઓફમાં જવાનું ચૂકી ગયું હતું. જ્યારે RCB આ જીત સાથે પ્લેઓફમાં પહોંચી ગયું છે. 22 મેના રોજ, તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ટીમ સાથે એલિમિનેટર મેચ રમશે.
ADVERTISEMENT