IPL 2024: સતત હારની વચ્ચે RCBને લાગ્યો તગડો ઝટકો! બહાર થઈ શકે છે આ દિગ્ગ્જ ખેલાડી

Glenn Maxwell: IPL 2024ની 25મી મેચમાં ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું. RCBની આ સતત ચોથી હાર છે. મેચ દરમિયાન RCBના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

Glenn Maxwell

RCB માટે ખરાબ સમાચાર!

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું

point

ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા

point

આગામી મેચમાંથી બહાર થઈ શકે છે ગ્લેન મેક્સવેલ

Glenn Maxwell: IPL 2024ની 25મી મેચમાં ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું. RCBની આ સતત ચોથી હાર છે. મેચ દરમિયાન RCBના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. આવી સ્થિતિમાં તેઓ આગામી મેચમાંથી બહાર થઈ શકે છે. RCB તેમની આગામી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ 15 એપ્રિલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

અંગૂઠમાં થઈ ઈજા

ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે કેચ કરતી વખતે ગ્લેન મેક્સવેલને અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી તેઓ મેદાનની બહાર નીકળી ગયા હતા. મુંબઈની ઈનિંગની 11મી ઓવર આકાશદીપે ફેંકી હતી. ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવે જોરદાર ફટકો માર્યો હતો. જોકે, મેક્સવેલ આ બોલની વચ્ચે આવ્યા અને બોલને બંને હાથથી પકડવાનો પ્રયાસ કર્યો. જોકે, તેઓ પોતાના ઉદ્દેશ્યમાં સફળ ન થઈ શક્યા અને બોલ તેમના અંગૂઠામાં વાગી ગયો. જેના કારણે તેઓને હાથમાં ખૂબ જ દુખાવો થયો અને મેદાનમાંથી બહાર ચલ્યા ગયા હતા. 

આ સિઝનમાં બેટિંગ કરી નથી

IPL 2024માં મેક્સવેલનું અત્યાર સુધીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેમણે 6 મેચમાં 5.33ની એવરેજ અને 94.11ની સ્ટ્રાઈક રેટથી 32 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 28 રન છે. તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે ખાતું પણ ખોલી શક્યા નહોતા. 


 

    follow whatsapp