IPL 2024 Playoff Scenarios: KKRની પ્લેઓફમાં જગ્યા પાક્કી... હવે 3 સ્થાન માટે 7 ટીમો રેસમાં, જાણો સમીકરણ

IPL 2024 Playoff Qualification Scenarios: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. વર્તમાન સિઝનમાં શનિવાર (11 મે) સુધી 60 મેચ રમાઈ છે. જો આપણે જોઈએ તો લીગ તબક્કામાં હવે માત્ર 10 મેચો બાકી છે, પરંતુ હજુ પણ 7 ટીમો પ્લેઓફની રેસમાં છે.

IPL playoffs

IPL playoffs

follow google news

IPL 2024 Playoff Qualification Scenarios: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. વર્તમાન સિઝનમાં શનિવાર (11 મે) સુધી 60 મેચ રમાઈ છે. જો આપણે જોઈએ તો લીગ તબક્કામાં હવે માત્ર 10 મેચો બાકી છે, પરંતુ હજુ પણ 7 ટીમો પ્લેઓફની રેસમાં છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સે જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પછી રાજસ્થાન રોયલ્સ ટીમ છે, જેના 16 પોઈન્ટ છે. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી આવતી ત્રણ ટીમોના 12-12 પોઈન્ટ છે, જ્યારે પછીની બે ટીમોના 10-10 પોઈન્ટ છે. ચાલો પ્લેઓફના સમીકરણ પર એક નજર કરીએ...

1. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR):

બે વખતની ચેમ્પિયન KKR સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. KKRએ 12માંથી 9 મેચ જીતી છે અને 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો KKR બાકીની બેમાંથી એક મેચ જીતે છે તો તે ચોક્કસપણે ટોપ-2માં આવી જશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની બાકીની મેચો:
13 મે: vs ગુજરાત ટાઇટન્સ, સાંજે 7:30 કલાકે
19 મે: vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30 કલાકે

2. રાજસ્થાન રોયલ્સ (RR):

2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ હાલમાં 11 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે તેની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. રોયલ્સથી નીચે ચાર ટીમ છે, જેમના 12 થી 14 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેવા માટે તેની છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચ જીતવી પડશે.

રાજસ્થાન રોયલ્સની બાકીની મેચો:
12 મે: vs ચેન્નાઈ સુપર કિંગ્સ, બપોરે 3:30 કલાકે
15 મે: vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30 વાગ્યે
19 મે: vs. કોલકાતા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30 કલાકે

3. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH):

સનરાઈઝર્સ હૈદરાબાદના 12 મેચમાં 14 પોઈન્ટ છે. LSG સામેની જીતથી તેઓ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ રન રેટ પણ પ્લસ (0.406)માં છે. SRHની ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચ ઘણી મહત્વની છે. જો તે મેચ જીતી જાય તો સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્લેઓફમાં પ્રવેશ લગભગ નિશ્ચિત થઈ શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની બાકીની મેચો:
16 મે: vs ગુજરાત ટાઇટન્સ, સાંજે 7:30 કલાકે
19 મે: vs પંજાબ કિંગ્સ, બપોરે 3:30 વાગ્યે

4. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK):

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 12 મેચમાં 12 પોઈન્ટ છે. ગુજરાત ટાઇટન્સ સામેની હારથી CSKને આંચકો લાગ્યો છે. CSKની આગામી બે મેચો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. પ્લેઓફમાં જવા માટે તેને આ બંને મેચ જીતવી પડશે. CSK એક જીત સાથે પણ ક્વોલિફાય કરી શકે છે, પરંતુ તે સ્થિતિમાં RCB, દિલ્હી કેપિટલ્સ અને લખનૌને ઓછામાં ઓછી એક મેચ હારવી પડશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની બાકીની મેચો:
12 મે: vs રાજસ્થાન રોયલ્સ, બપોરે 3:30 કલાકે
18 મે: vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30 કલાકે

5. દિલ્હી કેપિટલ્સ (DC):

12 મેચમાં 12 પોઈન્ટ સાથે, દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. દિલ્હી કેપિટલ્સ પાસે હજુ બે મેચ છે અને તેણે આ બંને મેચ જીતવી પડશે. તેને RCB અને LSG સાથે મેચ રમવાની છે. બે મેચ જીતવાથી પ્લેઓફમાં જવાની બાંયધરી મળતી નથી કારણ કે જો SRH LSGને હરાવશે અને CSK બાકીની બે મેચ જીતી જશે, તો દિલ્હીની આશાઓ પર પાણી ફરી વળશે.

દિલ્હી કેપિટલ્સની બાકીની મેચો:
12 મે: vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30 કલાકે
14 મે: vs લખનૌ સુપર જાયન્ટ્સ, સાંજે 7:30 કલાકે

6. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG):

લખનૌ સુપર જાયન્ટ્સના 12 મેચમાં 12 પોઈન્ટ છે. કેએલ રાહુલની ટીમે તેની બાકીની બંને મેચ જીતવી પડશે. જો લખનૌની ટીમ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવે છે. પછી જો સનરાઇઝર્સ હૈદરાબાદ કે ચેન્નાઇ સુપર કિંગ્સ બંને મેચ હારી જાય તો લખનૌ પ્લેઓફમાં પહોંચી જશે.

લખનૌ સુપર જાયન્ટ્સની બાકીની મેચો:
14 મે: vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30 વાગ્યે
17 મે: vs મુંબઈ ઈન્ડિયન્સ, સાંજે 7:30 કલાકે

7. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB):

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ સામેની શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે. હવે RCB 10 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. આરબીઆઈએ હવે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાનું છે. આરસીબીને આ બંને મેચ જીતવી પડશે. ઉપરાંત, પ્રાર્થના કરવી પડશે કે CSK રાજસ્થાન રોયલ્સ સામેની મેચ હારે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ હારે. ત્યાર બાદ જ RCB પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બાકીની મેચો:
12 મે: vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30 વાગ્યે
18 મે: vs ચેન્નાઈ સુપર કિંગ્સ, સાંજે 7:30 કલાકે

8. ગુજરાત ટાઇટન્સ (GT):

ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની જીત સાથે તેમની આશા જીવંત રાખી. જોકે તેની પ્લેઓફમાં જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જો ગુજરાત તેની બાકીની બે મેચ જીતે તો તે 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતે પોઈન્ટ ટેબલમાં તેનાથી ઉપરની ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.

ગુજરાત ટાઇટન્સની બાકીની મેચો:
13 મે: vs. કોલકાતા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30 કલાકે
16 મે: vs. સનરાઈઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30 કલાકે
 

    follow whatsapp