IPL 2024 માં નવજોતસિંહ સિદ્ધુની એન્ટ્રી, આ ભૂમિકામાં જોવા મળશે

IPL 2024 Navjot Singh Sidhu: IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. IPL 2024 ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી થશે.

 IPL 2024 Navjot Singh Sidhu

નવજોત સિંહ સિદ્ધુની IPLમાં એન્ટ્રી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

22 માર્ચે રમાશે IPL 2024ની પ્રથમ મેચ

point

એક નવી ભૂમિકામાં જોવા મળશે સિદ્ધુ

point

કોમેન્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો

IPL 2024 Navjot Singh Sidhu: IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. IPL 2024 ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી થશે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પણ IPL 2024માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. IPL 2024 દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ એક નવી ભૂમિકામાં જોવા મળશે.

નવજોત સિદ્ધુ કોમેન્ટ્રી કરશે

સ્ટાર સ્પોર્ટ્સે આઈપીએલ 2024 સીઝન-17 માટે કોમેન્ટ્રી કરવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુને સાઈન કર્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં નવજોતે કોમેન્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં નવજોત સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીનો ભાગ છે, જ્યારે હવે સિદ્ધુ IPL 2024માં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

રાજકારણમાં એન્ટ્રી બાદ કોમેન્ટ્રી કરવાનું કર્યું હતું બંધ

રાજકારણમાં આવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કોમેન્ટ્રી કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, ફેન્સને આશા હતી કે સિદ્ધુ ભવિષ્યમાં ફરીથી કોમેન્ટ્રી કરતો જોવા મળશે. જે હવે થવા જઈ રહ્યું છે. નવજોત સિદ્ધુ હવે IPL 2024 માટે કોમેન્ટ્રી ટીમની સ્ટાર-સ્ટડેડ લાઈન-અપમાં જોડાયા છે. જેમાં હર્ષા ભોગલે, નિક નાઈટ, મેથ્યુ હેડન, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, જેક્સ કાલિસ, કેવિન પીટરસન અને અન્ય સામેલ છે.

આવું રહ્યું ક્રિકેટ કરિયર

નવજોત સિંહ સિદ્ધુએ ટીમ ઈન્ડિયા માટે 51 ટેસ્ટ અને 136 વનડે મેચ રમી છે. નવજોત સિંહ સિદ્ધુએ 51 ટેસ્ટ મેચમાં 3202 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 9 સદી અને 15 અડધી સદી ફટકારી હતી. નવજોત સિંહ સિદ્ધુએ 136 વનડે મેચમાં 4413 રન બનાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુએ વનડેમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી.

    follow whatsapp