IPL 2024, MI Vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ સિઝનની ફાસ્ટેસ ફિફ્ટી
આ પછી, SRHએ સારી શરૂઆત કરી અને 2 વિકેટ ગુમાવીને 150 થી વધુ રન બનાવ્યા. હાલમાં અભિષેક શર્મા અને એડન માર્કરામ ક્રિઝ પર છે. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. મેદાન પર આવતાની સાથે જ તેણે 18 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ સિઝનમાં તેમણે સૌથી ફાસ્ટેસ ફિફ્ટી ફટકારી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમાદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને ક્વેના મફાકા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: ડેવાલ્ડ બ્રેવિસ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા.
ADVERTISEMENT