IPL 2024, MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે (14 એપ્રિલ) ડબલ હેડર રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામસામે ટકરાશે.
ADVERTISEMENT
IPL ઈતિહાસની સૌથી સફળ આજે આમને-સામને
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ 5 IPL ટાઇટલ જીત્યા, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં CSKએ 5 ખિતાબ જીત્યા છે. જો કે, બંને ખેલાડીઓ આ સિઝનમાં પોતપોતાની ટીમ માટે બેટ્સમેન તરીકે ભાગ ભજવી રહ્યા છે. મુંબઈએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો, જ્યારે ધોનીએ ચેન્નાઈની કમાન ઋતુરાજ ગાયકવાડને આપી છે.
બંને ટીમો વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
જો IPL ના ઈતિહાસમાં જોવામાં આવે તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 36 મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. આ દરમિયાન મુંબઈએ 20 મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. જો કે બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચારમાં જીત મેળવી છે. મુંબઈ-ચેન્નઈ વચ્ચેની મેચમાં બધાની નજર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પર રહેશે. આ પહેલીવાર હશે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટન્સી વિના મુંબઈમાં રમશે. 42 વર્ષની ઉંમરમાં પણ ધોની વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
Breaking News: ચૂંટણી માહોલ વચ્ચે 35 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જુઓ લિસ્ટ
બંને ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ સામેલ
દિલ્હી કેપિટલ્સ સામેના શાનદાર પ્રદર્શન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 200ની નજીકના લક્ષ્યાંકને હાંસલ કરનાર મુંબઈના બેટ્સમેનોને રોકવા ચેન્નાઈના બોલરો માટે મુશ્કેલ પડકાર હશે. ખરાબ શરૂઆત બાદ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સે વાપસી કરી છે. છેલ્લી બે મેચમાં તેના બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સૂર્યકુમાર યાદવે RCB સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. ચેપોકની ધીમી પીચ પર ચેન્નાઈના બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ સપાટ અને બેટ્સમેન માટે અનુકૂળ પીચો પર હજુ સુધી તેમની કસોટી થઈ નથી. મુંબઈ માટે ઈશાન કિશન અને રોહિત શર્માની ઓપનિંગ ભાગીદારી મહત્વની રહેશે.
બીજી તરફ ચેન્નાઈને સુકાની ગાયકવાડ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને ધોની પાસેથી સારી ઈનિંગ્સની અપેક્ષા રહેશે. તેણે જસપ્રીત બુમરાહની સામે સાંભળીને રમવું પડશે. ચેન્નાઈની બોલિંગ કમાન મુસ્તાફિઝુર રહેમાન, જાડેજા, શાર્દુલ ઠાકુર અને તુષાર દેશપાંડેના હાથમાં રહેશે.
રાજકોટ બેઠક પર રૂપાલા vs ધાનાણીનો જંગ, નામ જાહેર થતાં જ Paresh Dhanani એ ફરી લખી કવિતા
બંને ટીમનું સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, આકાશ માધવાલ.
ઈમ્પેક્ટ પ્લેયર- સૂર્યકુમાર યાદવ
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમઃ ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના.
ઈમ્પેક્ટ પ્લેયર- શિવમ દુબે
ADVERTISEMENT