IPL Rinku Singh News: જૂન મહિનાથી T-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. આ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. IPL કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી અને સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ વિશે ખબર સામે આવી રહી છે. જે મુજબ રિંકુ સિંહ છેલ્લી કેટલીક મેચોથી ફિલ્ડિંગ કરી રહ્યો નથી. આવી સ્થિતિમાં, રિંકુ સિંહ ઈજાના કારણે આવું કરી રહ્યો છે કે પછી કોઈ અન્ય કારણ છે? આ અંગે ખુદ ક્રિકેટરે સમગ્ર સત્ય જણાવ્યું. રિંકુ સિંહે પુષ્ટિ કરી કે તેને નિગલમાં ઈજા થઈ છે, તે એક સામાન્ય ઈજા છે જેના કારણે તે મેદાન પર ફિલ્ડિંગ કરી શકતો નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: IPLના 11 દિવસમાં 6 સદી... Kohli, હેડ કે જોસ બટલર, જાણો કોણે ફટકારી સૌથી ઝડપી સદી?
રિંકુ સિંહ ઈજાગ્રસ્ત છે
રિંકુએ કહ્યું, "મને થોડી સમસ્યા હતી, તેથી હું ફિલ્ડિંગ કરી શક્યો નહીં." જો કે, KKR ચાહકો માટે સકારાત્મક સમાચાર એ છે કે રિંકુ તેમની આગામી મેચ માટે ફરી એક્શનમાં આવે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે આ સમાચાર KKR માટે ખૂબ જ સારા છે કારણ કે રિંકુ ઘણીવાર મેદાન પર ડાઈવ લગાવીને સારી ફિલ્ડિંગ કરતો હોય છે. તે ટીમનો મહત્વનો સભ્ય છે. આવી સ્થિતિમાં તેનું મેદાન પર ન આવવું ટીમ માટે આંચકો બની શકે છે.
KKRની ટીમમાં ઉપર બેટિંગ કેમ નથી કરતો રિંકુ?
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ સામે રિંકુએ માત્ર 9 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. રિંકુએ બે સિક્સર ફટકારી અને ઇનિંગ્સના અંતે ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરી. જ્યારે રિંકુને પૂછવામાં આવ્યું કે તે શા માટે ઉપર બેટિંગ કરવા નથી આવતો તો તેણે કહ્યું કે, KKRનો ટોપ ઓર્ડર અત્યારે ફોર્મમાં છે.
નરૈનના વખાણ કર્યા
રિંકુ સિંહે સુનીલ નરૈનના વિશે પણ વાત કરી અને કહ્યું કે, નરૈને બેટથી કમાલ કરી બતાવી છે. તેણે ઘણી મહેનત કરી છે. તે નેટ્સમાં પરસેવો પાડે છે. આવી સ્થિતિમાં તે રન બનાવી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. રિંકુએ કહ્યું કે નરૈન હવે ઘણો શાંત છે. પહેલા તે દરેક બોલ પર પોતાનું બેટ સ્વિંગ કરતો હતો પરંતુ હવે તેને ખબર છે કે તેણે કયો બોલ મારવાનો છે.
ADVERTISEMENT