Jake Fraser-McGurk DC vs MI: IPLની આ સિઝનમાં ઘણા બધા રન બનાવવામાં આવી રહ્યા છે. બેટ્સમેનો રેકોર્ડબ્રેક ઈનિંગ્સ રમતા જોવા મળી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કે શનિવારે આવી જ બેટિંગ કરી. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતા મેકગર્કે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેમણે 300 પ્લસના સ્ટ્રાઈક રેટ સાથે વિસ્ફોટક બેટિંગ કરી. છતાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાનો એક રેકોર્ડ તોડી ન શક્યા. ચાલો તમને જણાવીએ કે મેકગર્કની આ ઈનિંગ સુરેશ રૈનાના ક્યા રેકોર્ડની નજીક રહી.
ADVERTISEMENT
84માંથી 80 રન માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા
વાસ્તવમાં મેકગર્કે તેમની વિસ્ફોટક ઈનિંગ્સમાં 27 બોલમાં 11 ચોગ્ગા-6 છગ્ગા ફટકારીને 311.11ની સ્ટ્રાઈક રેટથી કુલ 84 રન બનાવ્યા. આ 50+ રનની એક IPL ઈનિંગમાં માત્ર બાઉન્ડ્રીથી બનાવવામાં આવેલા રનોનો પાંચમો હાઈએસ્ટ સ્કોર છે. એટલે કે મેકગર્કે તેમની 84 રનની ઈનિંગ્સમાંથી 80 રન માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા. મેકગર્કે તેમના 95.23 ટકા રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.
ન તોડી શક્યા સુરેશ રૈનાનો રેકોર્ડ
આ પહેલા તેમણે સન રાઈઝર્સ હૈદરાબાદ સામે પણ તોફાની ઈનિંગ રમીને આવો જ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તેમણે 65માંથી 62 રન માત્ર બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. જોકે, આ શાનદાર ઈનિંગ્સ રમવા છતાં તેઓ સુરેશ રૈનાના રેકોર્ડથી પાછળ રહી ગયા.
રૈનાએ 87માથી 84 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા
સુરેશ રૈનાએ 2011માં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને 25 બોલમાં 87 રન બનાવ્યા હતા. જેમાંથી 84 રન માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. તેનો આ રેકોર્ડ આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યા નથી. રૈનાએ 12 ચોગ્ગા-6 છગ્ગા ફટકાર્યા અને 348.00ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
ADVERTISEMENT