IPL 2024: હાર્દિક પંડ્યા મેચ જીત્યો પણ એક ભૂલ ભારે પડી, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ

Hardik Pandya Ipl 2024 Slow over Rate Fine: IPL 2024માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી.

Hardik Pandya fined

હાર્દિક પંડ્યા સામે BCCIની કડક કાર્યવાહી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

Hardik Pandya સામે કડક કાર્યવાહી

point

BCCI એ ફટકાર્યો લાખોનો દંડ

point

સ્લોઓવર રેટના BCCI એ કરી કાર્યવાહી

Hardik Pandya Ipl 2024 Slow over Rate Fine: IPL 2024માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને મુંબઈએ  રોમાંચક રીતે 9 રને જીતી લીધી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને જોરદાર ઝટકો લાગ્યો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સિઝનમાં પહેલીવાર સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ

BCCIએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, 'IPL કોડ ઓફ કંડક્ટ હેઠળ પહેલીવાર તેમની ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)નો આ સિઝનનો પહેલો ઓફેન્સ હતો, તેથી પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.' 

16 એપ્રિલે શ્રેયસ અય્યરને પણ થયો હતો દંડ

હાર્દિક પંડ્યા પહેલા આઈપીએલમાં સ્લોઓવર રેટના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યર 16 એપ્રિલે દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામે મેચ દરમિયાન સ્લોઓવર રેટ રાખવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

ઋષભ પંતને પણ  24 લાખનો દંડ

ઋષભ પંતની કેપ્ટનશિપવાળી દિલ્હીને 3 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 106 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં દિલ્હીએ બીજી વખત સ્લોઓવર રેટથી બોલિંગ કરી હતી. જેના કારણે ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સને ભારે નુકસાન થયું હતું. ઋષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યોને (6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછુ હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો. 

દિલ્હીએ 2 વખત કર્યું નિયમોનું ઉલ્લંઘન

વાસ્તવમાં, IPLમાં સતત બીજી વખત સ્લોઓવર રેટ રાખવા માટે દોષિત જાહેર થયા બાદ BCCIએ પંત અને સમગ્ર દિલ્હી કેપિટલ્સ ટીમને સજા ફટકારી હતી. ઋષભ પંતે આઈપીએલ કોડ ઓફ કંડક્ટનું બીજી વખત ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં પણ પંતને સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  

ગિલ અને સંજુ સેમસનને પણ દંડ

10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 3 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મેચમાં સ્લોઓવર રેટના કારણે સંજુ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શુભમન ગિલ IPLના પહેલા કેપ્ટન હતા, જેમને સ્લોઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નાઈ સામેની IPL મેચમાં ગિલ નિર્ધારિત સમયમાં આખી ઓવર પૂરી કરી શક્યા ન હતા.


 

    follow whatsapp