IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન આજ (22 માર્ચ)થી શરૂ થઈ રહી છે. જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે છે. IPLની નવી સિઝન શરૂ થવાના થોડા કલાકો પહેલા ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમોમાં ફેરફાર જોવા મળ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: IPL 2024: ક્રિકેટરસિકોને પડી જશે મોજ, અમદાવાદમાં હવે આટલા વાગ્યા સુધી દોડશે મેટ્ર્રો
GTની ટીમમાં નવો વિકેટકીપર બેટ્સમેન સામેલ
ગુજરાત ટાઇટન્સે વિકેટકીપર બેટ્સમેન બીઆર શરથને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શરથે રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા રોબિન મિન્ઝનું સ્થાન લીધું છે. રાજસ્થાન રોયલ્સે તનુષ કોટિયનનો ટીમમાં સમાવેશ કર્યો છે. તનુષે સ્પિન બોલર એડમ ઝમ્પાની જગ્યા લીધી, જે અંગત કારણોસર બહાર થઈ ગયો હતો.
કોણ છે બી.આર શરથ?
બીઆર શરથ ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં તેણે 20 ફર્સ્ટ ક્લાસ, 43 લિસ્ટ-એ અને 28 ટી20 મેચ રમીને કુલ 1676 રન બનાવ્યા છે. શરથ તેની બેસ પ્રાઈસ રૂ. 20 લાખ માટે GTમાં જોડાશે. તનુષ કોટિયન વિશે વાત કરીએ તો, તેણે તાજેતરમાં જ મુંબઈમાં 42મી રણજી ટ્રોફી જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તનુષ પણ રૂ. 20 લાખની મૂળ કિંમતે RR સાથે જોડાયો. તનુષે 23 ટી20, 26 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 19 લિસ્ટ-એ મેચ રમી છે.
આ પણ વાંચો: 'શમી મારા મર્ડરનો પ્લાન...' હસીન જહાંએ સ્ટાર બોલરનું ટેન્શન વધાર્યું, પોલીસ પર પણ કર્યા આરોપ
રોબિન મિંઝ બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો
ટીમના યુવા બેટ્સમેન રોબિન મિન્ઝનો બાઇક અકસ્માત થયો હતો. આ કારણે તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. 21 વર્ષનો મિંજ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને સામેથી આવી રહેલી બાઇક સાથે અથડાઈ ગયો. જેના કારણે તેની બાઇકનો આગળનો ભાગ બગડી ગયો હતો. હવે રોબિન મિન્ઝ આઈપીએલ 2024માંથી બહાર છે અને તેના સ્થાનની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT