IPL 2024: હાર્દિક પંડ્યાની IPLમાં થશે ઘર વાપસી, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ મોટી ડીલ!

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ હરાજી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા…

gujarattak
follow google news

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ હરાજી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ (GT)ના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ભાગ બનવા જઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી.

હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સ ખર્ચ કરશે આટલા રૂપિયા!

ESPN Cricinfo અનુસાર, આ ટ્રેડ સંપૂર્ણ રીતે રોકડમાં હશે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 કરોડ રૂપિયા ચૂકવશે. જો ડીલ સફળ રહી, તો આ IPLના ઈતિહાસમાં કદાચ સૌથી મોટો પ્લેયર ટ્રેડ હશે. જોકે, બંને ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. IPL 2023ની હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સની પાસે પર્સમાં માત્ર 0.05 કરોડ રૂપિયા (લગભગ 6000 ડોલર) બચ્યા હતા. આગામી હરાજી માટે ફ્રેન્ચાઈઝીને વધારાના રૂ. 5 કરોડ (લગભગ 600,000 ડોલર) મળશે. આનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને સામેલ કરવા માટે કેટલાક ખેલાડીઓને રિલીઝ કરશે.

હાર્દિકે ગુજરાત ટાઇટન્સને બનાવ્યું હતું ચેમ્પિયન

વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ તેમની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઈટન્સને તેમની ડેબ્યૂ સિઝનમાં જીત અપાવી હતી. ત્યારે રાજસ્થાન રોયલ્સ (RR) સામેની ફાઈનલમાં હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પણ પસંદ કરવામાં આવાયો હતા. વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ બીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી, જ્યાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હારીને રનર-અપ રહી. ખાસ વાત એ છે કે આ બંને સિઝનમાં હાર્દિકના નેતૃત્વમાં ટાઈટન્સ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.

133.49ની સ્ટ્રાઇક રેટ સાથે 833 રન બનાવ્યા

ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિક પંડ્યાએ 30 ઈનિંગ્સમાં 41.65ની એવરેજ અને 133.49ની સ્ટ્રાઇક રેટ સાથે 833 રન બનાવ્યા છે. સાથે જ તેમણે 8.1ના ઈકોનોમી રેટથી 11 વિકેટ પણ લીધી હતી. હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત છે અને તેઓ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં માત્ર ચાર મેચ રમી શક્યા હતા. જો આ ડીલ પૂર્ણ થઈ જાય છે તો હાર્દિક પંડ્યા એવા ત્રીજા કેપ્ટન બની જશે, કે જેમને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા ટ્રેડ કરવામાં આવ્યા હોય. અનુભવી સ્પિનર ​​આર. અશ્વિન પંજાબ કિંગ્સ (PBKS) છોડીને IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સ (DC)માં ચાલ્યા ગયા હતા. વર્ષ 2020માં જ રાજસ્થાન રોયલ્સે અજિંક્ય રહાણે માટે દિલ્હી કેપિટલ્સ સાથે ડીલ કરી હતી.

15 કરોડમાં હાર્દિક પંડ્યાને કર્યા હતા સાઈન

ગુજરાત ટાઇટન્સને IPL 2022 મેગા હરાજી પહેલા અન્ય ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાહેર કરાયેલ પૂલમાંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારપછી ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યા અને અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાનને રૂ. 15-15 કરોડમાં સાઇન કર્યા હતા, જ્યારે શુભમન ગિલને રૂ. 7 કરોડમાં તેમની ટીમમાં સામેલ કર્યા હતા.

    follow whatsapp