IPL 2024: અમદાવાદમાં નહીં, અહીં રમાશે ફાઈનલ મેચ! સામે આવ્યું મોટું અપડેટ

IPL 2024 Final: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઈનલ કદાચ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

IPL 2024 Final

અમદાવાદમાં નહીં અહીં યોજાશે ફાઈનલ મેચ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાશે!

point

BCCIએ IPL 2024ની શેડ્યુલ નક્કી કર્યું

point

બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે

IPL 2024 Final: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઈનલ કદાચ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જાણવા મળ્યું છે કે એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવામાં આવશે, જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે.

કયા રમાશે IPL 2024ની ફાઈનલ?

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, 'આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન (ચેન્નઈ સુપર કિંગ્સ)ના હોમ ગ્રાઉન્ડ પર શરૂઆતની મેચો અને ફાઈનલ યોજવાની પરંપરાનું પાલન કર્યું છે.' બીસીસીઆઈએ સામાન્યની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની  બાકીની મેચોના શેડ્યુલને અંતિમ રૂમ આપી દીધું છે અને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે'.

ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે મોટી ભેટ 

જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઈનલમાં પહોંચે છે, તો પછી તેની પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર મહેન્દ્ર સિંહ ધોનીને વિદાય આપવાની શાનદાર તક હશે. કદાચ જ મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 પછી ફરી આ લીગમાં રમતા જોવા મળશે. BCCIએ સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની બાકીની મેચોના શેડ્યૂલને આખરી ઓપ આપી દીધો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આઈપીએલના આયોજકોએ મહિનાની પ્રથમ 21 મેચનું શેડ્યૂલ 15 દિવસ પહેલા જ જાહેર કર્યું હતું.

ક્યાં-ક્યાં રમાઈ શકે છે IPLની પ્લેઓફ મેચો?

1. ફાઈનલ મેચ – ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ
2. પ્રથમ ક્વોલિફાયર – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
3. એલિમિનેટર- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
4. બીજી ક્વોલિફાયર - ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ

IPL 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે

તમને જણાવી દઈએ કે IPL 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. IPL 2024 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સ ખાતે ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવ્યું હતું.

    follow whatsapp