IPL 2024 Final KKR vs SRH highlights: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે, જેમાં હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી SRHની ટીમ 114 રનનો જ નાનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે આઠ વિકેટ જીત મેળવી IPL ટાઇટલ પર પોતાનું નામ અંકિત કરવી દીધું છે.
ADVERTISEMENT
હૈદરાબાદની ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તે 18.3 ઓવરમાં 113 રન બનાવીને પડી ભાંગી હતી. આ સાથે હૈદરાબાદની ટીમે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ફાઈનલ મેચમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ચેન્નાઈની ટીમે 2013ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.
રોહિત સાથે વર્લ્ડ કપની ફ્લાઈટમાં કેમ ન ગયા હાર્દિક પંડ્યા? બન્ને વચ્ચે ડખો યથાવત્?
IPL ફાઇનલમાં સૌથી ઓછો સ્કોર
113 - SRH vs KKR, ચેન્નાઈ, 2024 *
125/9 - CSK vs MI, કોલકાતા, 2013
128/6 - RPS vs MI, હૈદરાબાદ, 2017
129/8 - MI vs RPS, હૈદરાબાદ, 2017
KKR એ 2012 અને 2014 માં આ ખિતાબ જીત્યો
તમને જણાવી દઈએ કે KKR આ પહેલા 2012 અને 2014 આઈપીએલ સીઝનની ફાઇનલમાં પ્રવેશી હતી અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઈટલ જીત્યું હતું. આ પછી, 2021 સીઝનમાં, તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો KKR જીતશે તો તે તેનું ત્રીજું ટાઈટલ છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ છે જેણે અત્યાર સુધી માત્ર એક જ વાર ટાઈટલ જીત્યું છે. તેણે ડેવિડ વોર્નરની કપ્તાની હેઠળ 2016ની સીઝન જીતી, ત્યારબાદ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. 2009માં પણ હૈદરાબાદની ટીમે ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારે તેનું નામ ડેક્કન ચાર્જર્સ હતું અને ફ્રેન્ચાઈઝીના માલિક (ગાયત્રી રેડ્ડી) પણ અલગ હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.
ADVERTISEMENT