IPL 2024 MS Dhoni Injury: IPL 2024ની શરૂઆતના એક દિવસ પહેલા MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી. આનાથી ઘણા થાલા ફેન્સ વિચલિત થઈ ગયા હતા કે શું આ તેમની છેલ્લી સિઝન છે? ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની સતત ઘૂંટણની સમસ્યા સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઘણી વખત તેઓ પગમાં આઈસ પેક બાંધીને જોવા મળ્યા હતા. પછી સિઝન બાદ તેમણે મુંબઈમાં સર્જરી પણ કરાવી હતી. હવે આ સિઝનમાં ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે ઉતર્યા અને એકદમ ફિટ દેખાઈ રહ્યા હતા. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ કંઈક એવું બન્યું જેનાથી CSK અને ફેન્સનું ટેન્શન વધ્યું.
ADVERTISEMENT
CSKના વીડિયોથી ફેન્સનું વધ્યું ટેન્શન
વાસ્તવમાં, CSKએ સત્તાવાર એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને તેમાં લખ્યું કે ફેન્સ માટે ગિફ્ટ જેવું તેમણે (ધોનીએ) કહ્યું હતું. પરંતુ આ વીડિયોમાં જે ધોનીની ક્લિપ જોવા મળી, તેને જોઈને ફેન્સ ચિંતિત થઈ ગયા છે. મહેન્દ્રસિંહ ધોની જ્યારે મેદાનમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેઓ લંગડાતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમના પગમાં કોઈ સમસ્યા છે. એટલું જ નહીં કેટલીક એવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવી છે, જેમાં એમ.એસ ધોનીના પગમાં આઈસ પેક લાગેલું છે.
તાબડતોડ બેટિંગ કરી
એમએસ ધોનીએ રવિવારે વિશાખાપટ્ટનમમાં શાનદાર બેટિંગ કરી. તેમઓ ત્રીજી મેચમાં આ સિઝનમાં પહેલીવાર બેટિંગ કરવા ઉતર્યા. સીએસકે મેચ જીતી શકી ન પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ 16 બોલમાં 37 રન બનાવીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ ઈનિંગમાં તેમણે ચાર ચોગ્ગા અને ત્રણ શાનદાર સિક્સર પણ ફટકારી હતી. આ ઈનિંગમાં તેમણે 230થી ઉપરના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. મેચ બાદ તેમને પાવર સ્ટ્રાઈકરનો એવોર્ડ પણ મળ્યો.
હોઈ શકે છે છેલ્લી સિઝન?
આમ તો એમએસ ધોનીના નિર્ણયોનું કોઈ અગાઉથી અનમાન લગાવી શકતું નથી. પરંતુ તેમની ઉંમર હવે 42 વર્ષની છે. તેમણે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું. ત્યારથી તેઓ વર્ષમાં માત્ર એક જ વાર IPLમાં દેખાય છે.પરંતુ આ વખતે તેમની કેપ્ટનશીપ છોડવી, ઉંમર વધવી અને શારીરિક સમસ્યાઓ સૂચવે છે કે આ તેમની છેલ્લી સિઝન હોઈ શકે છે.
ADVERTISEMENT