IPL 2024 MS Dhoni Injured: IPL 2024ની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાના બેટથી ધમાલ મચાવનાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ઈજાગ્રસ્ત થયા છે. મુંબઈ સામે મહેન્દ્રસિંહ ધોનીએ માત્ર 4 બોલમાં તોફાની 20 રન બનાવ્યા હતા, જેમાં સતત 3 છગ્ગા અને એક ડબલનો સમાવેશ થાય છે. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની આ ઈનિંગે ચેન્નાઈના કરોડો ફેન્સને રોમાંચિત કર્યા છે. પરંતુ હવે એમ.એસ ધોનીને લઈને જે સમાચાર આવી રહ્યા છે, તેનાથી ચેન્નાઈના ફેન્સને ઝોરદાર ઝટકો લાગ્યો છે. ચેન્નાઈના 'થાલા' ઈજાગ્રસ્ત થઈ ગયા છે, તેઓ આગામી મેચ રમશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ચાલો તમને જણાવીએ કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે ઈજાગ્રસ્ત થયા.
ADVERTISEMENT
લંગડાતા જોવા મળ્યા ધોની
ચેન્નાઈની ટીમ જ્યારે ફિલ્ડિંગ કરી રહી હતી, આ દરમિયાન એવું જોવા મળ્યું કે CSKના જ ફાસ્ટ બોલર મતિશા પથિરાનાએ ફેંકેલો બોલ મહેન્દ્રસિંહ ધોનીના પગ પર વાગ્યો હતો, જે બાદથી જ મહેન્દ્રસિંહ ધોની ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યા. તેઓ વિકેટની પાછળ થોડા લંગડાઈ ચાલી રહ્યા હતા. આ જોઈને કરોડો ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે. આ બાદ પણ જ્યારે માહી હોટલમાં પહોંચ્યા, આ દરમિયાન પણ તેમણે તેમના પગ પર પાંટો બાંધ્યો હતો અને તેઓ લંગડાઈને ચાલી રહ્યા હતા. CSKને આગામી મેચ 19મી એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે. તેઓ આ મેચમાં રમતા જોવા મળશે કે નહીં તે અંગે અત્યારે કંઈ કહી શકાય નહીં. જો મહેન્દ્રસિંહ ધોની આગામી મેચ સુધીમાં સ્વસ્થ નહીં થાય તો તેમને ટીમની બહાર બેસવું પડી શકે છે.
છેલ્લી ઓવરમાં મચાવ્યો કોહરામ
તમને જણાવી દઈએ કે, આ IPLની શરૂઆત પહેલા જ એમએસ ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. સર્જરીને કારણે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ આ આઈપીએલ સિઝનમાં રમી શકશે નહીં, પરંતુ બાદમાં માહીએ ખુદ જણાવ્યું હતું કે, તેઓ મેચ રમશે. એવું પણ માનવામાં આવે છે કે આ સિઝન માહીની છેલ્લી IPL સિઝન બની શકે છે. આ પછી તે IPLમાંથી પણ સંન્યાસ લેશે. આ કારણે માહીના ફેન્સ તેમને બેટિંગ કરતા જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. મુંબઈ સામે પણ જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યા ત્યારે 4 બોલ બાકી હતા. ધોનીએ આ 4 બોલમાં 20 રન બનાવ્યા હતા. માહીનું આ સ્વરૂપ દર્શાવે છે કે તેના પરફોર્મન્સ પર ઉંમરની કોઈ અસર પડતી નથી. પરંતુ માહીની ઈજાના કારણે ચાહકો ચોંકી ગયા છે.
ADVERTISEMENT