Mumbai Indians: IPL 2024થી મુંબઈ ઈન્ડિયન્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની ટીમ લીગમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મુંબઈની ટીમ સન્માન બચાવવાના ઈરાદા સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેમાં પણ તે સફળ થઈ શકી ન હતી. જે બાદ હાર્દિક પંડ્યાની વધુ ટીકા થવા લાગી હતી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા પર સેહવાગ થયો ગુસ્સે
હવે પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ગુસ્સે થયો છે. તેણે કહ્યું કે, જો મુંબઈએ શરૂઆતની મેચો જીતી લીધી હોત તો પંડ્યા માટે મુશ્કેલ ન હોત. ક્રિકબઝ સાથે વાત કરતી વખતે, તેણે કહ્યું કે, પંડ્યાને ફેન્સના એટલા ગુસ્સાનો સામનો કરવો પડ્યો ન હોત જેટલો તે અત્યારે સામનો કરી રહ્યો છે, જો તેઓ પ્રારંભિક મેચો જીત્યા હોત. સેહવાગે કહ્યું-
જો તમે જીતી ગયા હોત તો ચાહકો પંડ્યાને સ્વીકારેત. શરૂઆતની ચાર પાંચ મેચ જીત્યા હોત તો કદાચ ફેન્સ ખુશ થયા હોત. તેઓ કહેત ભલે અમારો ફેવરિટ કેપ્ટન રહ્યો નથી અને બદલાઈ ગયો છે, પંડ્યા પણ રોહિત જેટલો જ સારો છે. છેવટે, ફેન્સ પણ તેમની ટીમને જીતતી જોવા માંગે છે. તે પંડ્યાને ધીરે ધીરે સ્વીકારી લેતા. તેમને લાગે છે કે ઓછામાં ઓછું ટીમ જીતી રહી છે. મુંબઈએ કુલ ચાર મેચ જીતી હતી અને જો આ ચાર જીત શરૂઆતમાં જ મળી હોત તો આ રાયતું ન ફેલાયું હોત.
મોટા ખેલાડીઓએ રમવું પડશે
મુંબઈ ઈન્ડિયન્સમાં આગામી સિઝનમાં કોણ રહેશે અને કોણ બહાર જશે? આ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ અંગે સેહવાગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું-જો શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને કોઈ ફિલ્મમાં સાઈન કરવામાં આવે તો તેનો અર્થ એ નથી કે ફિલ્મ હિટ થશે. તેના માટે પરફોર્મન્સ આપવું પડશે. જેટલા પણ મોટા નામો છે તેમણે મેદાનમાં આવીને રમવું પડશે.
સેહવાગ સ્પષ્ટપણે કહે છે કે મુંબઈએ માત્ર જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને જ રિટેન કરવા જોઈએ.
ADVERTISEMENT