IPL 2024 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆત પહેલા આ મહિનાની 19મી તારીખે દુબઈમાં ખેલાડીઓની હરાજી યોજાવાની છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમોની સાથે ચાહકો પણ IPLના મીની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL મિની ઓક્શન માટે 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 830 ભારતીયોનો સમાવેશ થાય છે. જોકે, હરાજી માટે કુલ 77 સ્લોટ ખાલી છે, જેમાંથી વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 હશે.
ADVERTISEMENT
આ 1166 ખેલાડીઓની યાદીમાં 212 કેપ્ડ, 909 અનકેપ્ડ અને 45 સહયોગી ખેલાડીઓ છે. જો જોવામાં આવે તો આ યાદીમાં કેપ્ડ ભારતીય ખેલાડીઓની સંખ્યા 18 છે. કેપ્ડ ભારતીય ખેલાડીઓમાં વરુણ એરોન, કેએસ ભરત, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, ધવલ કુલકર્ણી, શિવમ માવી, શાહબાઝ નદીમ, કરુણ નાયર, મનીષ પાંડે, હર્ષલ પટેલ, ચેતન સાકરિયા, મનદીપ સિંહ, બરિન્દર સરન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, હનુમા વિહાર, સંદીપ વોરિયર અને ઉમેશ યાદવના નામ છે.
મિચેલ સ્ટાર્કે પણ હરાજી માટે નામ રજીસ્ટર કરાવ્યું
હરાજી માટે જે અગ્રણી ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે તેમાં સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ડેરીલ મિશેલ અને રચિન રવિન્દ્રનો પણ સમાવેશ થાય છે. સ્ટાર્કે લાંબા સમય બાદ IPLની હરાજી માટે પોતાનું નામ નોંધાવ્યું છે. 2 કરોડની બેઝ પ્રાઈસ લિસ્ટમાં ચાર ભારતીય ખેલાડીઓ હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ અને કેદાર જાધવ છે. બાકીના 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ 50 લાખની રિઝર્વ પ્રાઈસ લિસ્ટમાં છે.
2 કરોડની બેસ પ્રાઈસ
હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન, સીન એબોટ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, મુસ્તફિઝુર રહેમાન, ટોમ બેન્ટન, હેરી બ્રુક, બેન ડકેટ, જેમી ઓવરટોન, આદિલ રશિદ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લોકી ફર્ગ્યુસન, ગેરાલ્ડ કોએત્ઝી, રિલે રોસો, રાસી વેન ડેર ડ્યુસેન, એન્જેલો મેથ્યુસ.
1.5 કરોડની બેસ પ્રાઈસ
મોહમ્મદ નબી, મોઈસેસ હેનરિક્સ, ક્રિસ લિન, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, ડેનિયલ વોરેલ, ટોમ કરન, મર્ચન્ટ ડી લેંગે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, ફિલ સોલ્ટ, કોરી એન્ડરસન, કોલિન મુનરો, જિમી નીશમ, ટિમ સાઉથી, કોલિન ઇન્ગ્રામ, વાનિન્દુ હસરાંગા, જેસન હોલ્ડર, શેરફેન રધરફોર્ડ.
1 કરોડની બેસ પ્રાઈસ
એશ્ટન અગર, રિલે મેરેડિથ, ડી’આર્સી શોર્ટ, એશ્ટન ટર્નર, ગુસ એટકિન્સન, સેમ બિલિંગ્સ, માઈકલ બ્રેસવેલ, માર્ટિન ગુપ્ટિલ, કાયલ જેમ્સન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, અલ્ઝારી જોસેફ, રોવમેન પોવેલ, ડેવિડ વિઝ.
IPL 2024 ક્યારે શરૂ થશે?
IPLની આગામી સિઝનની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. IPLનું શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખના આધારે નક્કી કરવામાં આવશે. બીસીસીઆઈએ તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમોને જાણ કરી છે કે તેઓ માર્ચના ત્રીજા સપ્તાહથી મેના ત્રીજા સપ્તાહ સુધી આઈપીએલનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને કારણે BCCI UAEમાં પણ IPLની કેટલીક મેચો યોજવાનું વિચારી રહી છે.
ADVERTISEMENT