નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝન ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું ખોલ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ સતત પ્રથમ 4 મેચ હારી છે. આ સિઝનમાં ખેલાડીઓના બેટમાંથી પણ રનનો વરસાદ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
નિકોલસ પૂરન, અજિંક્ય રહાણે, જોસ બટલર અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓએ ફાસ્ટ ફિફ્ટી લગાવી ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ICC T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે કોઈ કમાલ કર્યો નથી. એવું લાગે છે કે સૂર્ય ગ્રહણ થયું છે.
સૂર્યાના ફ્લોપ શોનો અંદાજ તેની છેલ્લી 6 ઇનિંગ્સ પરથી લગાવી શકો છો. આ દરમિયાન સૂર્યા 4 વખત ગોલ્ડન ડક એકટલે કે પહેલા બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ચૂક્યો છે. IPL પહેલા સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેમાં ગોલ્ડન ડક્સની હેટ્રિક ફટકારી હતી. તેની છેલ્લી 6 ઇનિંગ્સમાં, તે 4 વખત પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવને વારંવાર તક આપવાનું ભારતીય ટીમને ઘણું નુકસાન થયું છે. ભારત ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ 1-2થી હારી ગયું છે. હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યાનું પ્રદર્શન ઘણું નીરસ છે.
સૂર્યકુમાર યાદવના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ શું હોઈ શકે
શું તેનું ફોર્મ ખરાબ છે? આમાં સમજવા જેવી વાત એ છે કે T20 એક ઝડપી રમત છે. મંગળવારે રાત્રે જ્યારે સૂર્યા દિલ્હી સામે બેટિંગ કરવા આવ્યો ત્યારે 16મી ઓવર પૂરી થવામાં હતી. ટીમને 25 બોલમાં 34 રનની જરૂર હતી. તે સમયેસૂર્યકુમાર યાદવ આવતાની સાથે જ તેણે પોતાની શૈલીમાં પહેલા જ બોલ પર એરિયલ શોટ રમ્યો હતો, જે કેચ થઈ ગયો હતો. જ્યારે આ પહેલા સૂર્યાએ બે મેચમાં 1 અને 15 રન બનાવ્યા હતા. આ પહેલા સૂર્યા ત્રણ વનડેમાં 0, 0, 0 પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યાએ તેની છઠ્ઠી ઇનિંગમાં જ મન બનાવી લીધું હશે કે તે તેની કુદરતી આક્રમક રમત જ રમશે. પરંતુ કમનસીબે તે એરિયલ શોટ ખેલાડીના હાથમાં ગયો અને આઉટ થઈ ગયો.
ખૂબ ઓછા બોલનો કર્યો છે સામનો
આવી સ્થિતિમાં, તેને ખરાબ ફોર્મ કહેવું ખોટું હશે, કારણ કે સૂર્યાને 4 ઇનિંગ્સમાં એકથી વધુ બોલ રમવાની તક મળી નથી. જ્યારે ખેલાડી વધુ બોલ રમી શકશે નહીં તો ખરાબ ફોર્મ અને સારા ફોર્મ કેવી રીતે નક્કી થશે. જો ખેલાડી વધુ બોલ રમે અને પછી રન બનાવ્યા વિના આઉટ થઈ જાય તો તેને ખરાબ ફોર્મ કહેવું સમજી શકાય તેમ છે. સૂર્યાએ એક ઇનિંગમાં 2 બોલમાં એક રન બનાવ્યો હતો. પરંતુ સૂર્યાને ચોક્કસપણે એક ઇનિંગ્સમાં ક્રિઝ પર રહેવાની તક મળી. તેણે RCB સામે 16 બોલમાં 15 રન બનાવ્યા હતા. તે સમયે વહેલી વિકેટ પડવાના કારણે ઈનિંગને સંભાળવાની જવાબદારી સૂર્યા પર હતી. આવી સ્થિતિમાં સૂર્ય ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે તેવું કહેવું ખોટું હશે. સૂર્યાને દિલ્હી સામે જોઈને લાગતું હતું કે તે પોતાની રમત રમવા માંગે છે. આવી સ્થિતિમાં, જ્યારે નસીબ તેને સાથ આપશે, ત્યારે તે ચોક્કસપણે તેના જૂના રંગ દેખાડવામાં સફળ થશે.
પાછલા પર્ફોમન્સની અસર
પાછલી મેચોના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જ્યારે સૂર્યા દિલ્હી સામેની મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હશે તો તેના મગજમાં પાછલી મેચોના ખરાબ પ્રદર્શનની કેટલીક વાતો પણ ચાલી રહી હશે. સળંગ પ્રથમ બોલ પર આઉટ થયા બાદ અને સતત ટીકાઓ સાંભળીને જ્યારે કોઈ ખેલાડી મેચમાં પ્રવેશે છે ત્યારે તેના મગજમાં ઘણી બધી વાતો ચાલતી હોય છે. સતત બે વિકેટ લીધા પછી બોલર હેટ્રિક માટે વિચારે છે તે જ રીતે ગણી શકાય.
ADVERTISEMENT