IPL 2023 Point Table : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (RCB) વચ્ચે સોમવારે રોમાંચક મેચ રમાઇ હતી. મેચના અંતિમ બોલની સાથે રોમાંચના ચરમ સુધી પહોંચી હતી. લખનઉ ટીમે 9 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે એખ બોલ પર એક રન જ જોઇતો હતો. જો કે ટીમ લખનઉ લકી રહી અને મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે પોઇન્ટ ટેબલનું સમીકરણ પણ ખુબ જ બદલાઇ ગયું હતું. કે.એલ રાહુલની કેપ્ટન્સીવાળી લખનઉ ટીમ હવે પોઇન્ટ ટેબલની ટોપ પર પહોંચી ચુકી છે. આઇપીએલ 31 માર્ચથી શરૂ થઇ હતી. એટલે કે હવે ટૂર્નામેન્ટમાં 15 મેચ થઇ ચુકી છે.
ADVERTISEMENT
મુંબઇની સ્થિતિ પોઇન્ટ ટેબલ પર સૌથી ખરાબ
જો કે જ્યારે પણ બે ટીમ એવી છે, જે પોતાનું ખાતુ પણ નથી ખોલી શકી. આ ટીમ છે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI). કાર એક્સિડેન્ટ થયા બાદ સર્જરી થઇ અને હાલ ઋષભ પંત આરામ કરી રહ્યા છે. તેની ગેરહાજરીમાં દિલ્હીની ટીમ કમાન ડેવિડ વોર્નર સંભાળી રહ્યા છે. તેની કેપ્ટન્સીમાં દિલ્હીની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી 3 મેચ રમી અને તમામ હારી ચુકી છે. બીજી તરફ સૌથી વધારે વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકેલી અને સૌથી મોંઘી અને મજબુત ગણાતી ટીમની સ્થિતિ પણ એવી જ છે. રોહિત શર્માની કેપ્ન્સીમાં મુંબઇ અત્યાર સુધી 2 મેચ રમી ચુકી છે. બંન્નેમાં તેનો પરાજય થઇ ચુક્યો છે. આમાં આ બંન્ને ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.
હૈદરાબાદા-બેંગ્લુરૂની પણ સ્થિતિ ડામાડોળ
જો કે સારી બાબત છે કે, આજે (11 એપ્રીલ) દિલ્હી કેપિટલ્સ પોતાનાં ઘરેલુ મેદાનમાં મેચ રમશે. આ મેચ મુંબઇની વિરુદ્ધ હશે. એવામાં આજે આ બંન્નેમાંથી એક ટીમની જીતનું ખાતુ ખુલશે. એવામા આજે આ બંન્નેમાંથી કોઇ એક ટીમમાં દિલ્હી પોતાના સ્થાનિક મેદાનનો ફાયદો ઉઠાવી શકશે કે પછી રોહિત બાજી મારશે.
દિલ્હી મુંબઇ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (RCB) માટે આ સિઝનમાં મુશ્કેલી ઉઠાવી પડી શકે છે. બંન્નેએ અત્યાર સુધી સિઝનમાં 3-3 મેચ રમી છે. 1-1 મેચ જીતી છે. એવામાં જો બંન્ને ટીમના પ્લે ઓફની રેસમાં મજબુતી સાથે આગળ વધે છે તો, જીતનું પ્રમાણ વધારવું પડશે.
ADVERTISEMENT