અમદાવાદ : એક તરફ કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય પુરૂષ ક્રિકેટર ટીમ દ્વારા વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ચુકી છે. બીજી તરફ ટેસ્ટ વનડે અને ટી-20 શ્રેણી રમવા માટે જઇ રહી છે. બીજી તરફ કેપ્ટન હરમનપ્રીતની આગેવાનીમાં મહિલા ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. BCCI દ્વારા આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ODI-T20 શ્રેણી માટે પસંદગી સમિતિએ કેપ્ટન કૌરની આગેવાનીમાં ભારતીય ટીમની પસંદગી કરી હતી.
ADVERTISEMENT
જો કે એક ખેલાડીએ સૌને ચોંકાવી દીધા હતા. રિચા ઘોષ અને રાજેશ્વરી ગાયકવાડ પર આવ્યો છે. આ બંન્ને ખેલાડીઓને ડ્રોપ કરી દેવાયા છે. ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 9 જુલાઇથી શરૂ થશે. 22 જુલાઇ સુધી આ કાર્યક્રમ ચાલશે. આ દરમિયાન બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. ત્યાર બાદ વન ડે સિરીઝમાં પણ એટલી જ મેચો રમાશે. આ તમામ મેચો મીરપુરના શેર એ બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પ્રવાસ માટે ટીમની જાહેરાત લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. શ્રેણી શરૂ થવાને અઠવાડીયા જેટલો સમય જ બાકી છે. આ અંગે ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ અને અનુભવી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડને પડતા મુકાયા છે. જો કે બંન્નેને ઇજાના કારણે પડતા મુકાયા છે કે પછી પ્રદર્શનના કારણે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. આ અંગે પ્રેસ રિલીઝમાં કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આસામની યુવા વિકેટકીપર ઉમા છેત્રીને ભારતીય ટીમમાંથી પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. ઉમા છેત્રી તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ જીતનાર ભારતીય ખેલાડી હતી. આ ખેલાડીએ ટુર્નામેન્ટની માત્ર 2 જ મેચમાં 9 વિકેટ ઝડપી હતી તેવી ખેલાડી સ્પિનર શ્રેયાંકા પાટીલે હાલ રાહ જોવી પડશે.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ
T20 માટેની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકિપર), અમનજોત કૌર, એસ મેઘના, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કન્નૌજિયા, અનુષા બરેડી, મિનુ મણી.
ODI માટેની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર ), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકિપર), અમનજોત કૌર, પ્રિયા પુનિયા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, મોનિકા પટેલ, રાશિ કન્નૌજિયા, અનુષા બારેડી, સ્નેહ રાણા.
ADVERTISEMENT