Venkatesh Iyer Marriage: કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024ની ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વેંકટેશ અય્યર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વેંકટેશ અય્યરે શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા છે. બંનેએ 2023માં સગાઈ કરી હતી અને હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ રવિવારે સવારે લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ
બંનેના લગ્નની તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ તમિલ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વાયરલ થઈ રહેલા ફોટામાં વેંકટેશ અય્યર શ્રુતિ રઘુનાથનને હાર પહેરાવી રહ્યા છે અને આ દરમિયાન તેમનો પરિવાર અને મિત્રો હાજર છે.
કોણ છે વેંકટેશની પત્ની?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેંકટેશ અય્યરના પત્ની બેંગલુરુમાં ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં લાઈફસ્ટાઈલ પ્લાનર છે. તેણીએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને આ પહેલા તેમણે બી.કોમ કર્યું છે.
ફાઈનલમાં ફટકારી ફિફ્ટી
વેંકટેશ અય્યરે IPL 2024ની ફાઈનલમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેમણે અણનમ 52 રન બનાવ્યા અને KKRને ત્રીજી વખત ચેમ્પિયન બનાવ્યું. IPL 2024માં તેમણે 14 મેચ રમી અને 370 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 158.80 રહ્યો છે. આ સિઝનમાં તેમણે ચાર અડધી સદી ફટકારી હતી. વેંકટેશ અય્યર ભારત તરફથી પણ રમી ચૂક્યા છે.
ADVERTISEMENT