IND vs USA Live Streaming : ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂનના રોજ મેચ રમાઈ હતી. જેમાં ભારતની 6 રનથી જીત થઈ છે. ત્યારે હવે ભારતીય ફેન્સ આગામી મેચની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ ભારત અને અમેરિકા વચ્ચે ક્યારે અને ક્યાં મેચ રમાશે. આ સાથે તમે ક્યાં જોઈ શકશો તે પણ જાણો.
ADVERTISEMENT
ક્યારે રમાશે ભારત-અમેરિકાની મેચ?
ભારત અને અમેરિકાની ટક્કર ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ આવતીકાલે (12 જૂન) રમાશે. ગ્રુપ Aની મેચ ભારતીય સમયાનુસાર, રાત્રે 8 કલાકે શરુ થશે. બંન્ને ટીમ પહેલી 2 મેચ જીતી 4-4 પોઈન્ટ મેળવી ચુક્યા છે. ભારતીય ટીમ પહેલા સ્થાન પર નેટ રન રેટના કારણ છે. જણાવી દઈએ છીએ કે, અમેરિકાએ કેનેડા અને પાકિસ્તાનને હાર આપી હતી.
લાઈવ ક્યાં જોઈ શકાય?
ભારત અને અમેરિકા વચ્ચે રમાનાર T20 વર્લ્ડ કપ 2024 મેચનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.
ભારતીય બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન
T20 વર્લ્ડકપમાં ભારત ત્રીજી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ સહિત ફાસ્ટ બોલરોએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT