India vs Sri Lanka: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીઘા બાદ ભારતના ખેલાડીઓએ ચોગ્ગા-સિક્સરનો વરસાદ કર્યો. ભારતે શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 92 અને વિરાટ કોહલીએ 88 રન બનાવ્યા છે. શ્રેયસના બેટમાંથી 82 રન પણ આવ્યા છે. શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકાએ પાંચ ખેલાડીઓને આઉટ કર્યા હતા.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં
ટીમ ઈન્ડિયા છમાંથી છ મેચ જીતીને મજબૂત સ્થિતિમાં છે, જ્યારે શ્રીલંકાએ છમાંથી માત્ર બે મેચ જીતી છે. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે જીત સાથે ભારત સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. તો બીજી બાજુ શ્રીલંકા માટે આ ‘કરો યા મરો’ની મેચ છે. જો શ્રીલંકા આ મેચમાં હારી જેશે તો તેનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની જશે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી ફરજિયાત છે.
શ્રીલંકા સામે ભારતનો દબદબો
વનડે મેચોમાં શ્રીલંકા સામે ભારતનો દબદબો રહ્યો છે. આ પહેલા ભારત અને શ્રીલંકા વન-ડે ઈન્ટરનેશનલમાં કુલ 167 વખત સામસામે આવી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે 98 અને શ્રીલંકાએ 57 વનડે મેચ જીતી હતી. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ પણ રહી હતી.
ADVERTISEMENT