IND vs SL : ભારતીય ટીમની શરમજનક હાર, શ્રીલંકા 110 રનથી જીત્યું, વનડે સીરીઝ પણ ગુમાવી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાએ ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ ઓલઆઉટ થયું. આમ, શ્રીલંકાએ આ મેચ 110 રનથી જીતી છે.

IND vs SL

ભારત vs શ્રીલંકા

follow google news

India vs Sri lanka 3rd ODI : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમની શરમજનક હાર થઈ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાએ ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ ઓલઆઉટ થયું. આમ, શ્રીલંકાએ આ મેચ 110 રનથી જીતી છે.

શ્રીલંકાએ જીતી વનડે સીરીઝ

બંને દેશો વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક ટાઈમાં સમાપ્ત થઈ હતી. ત્યાર બાદ બીજી મેચમાં શ્રીલંકાએ જેફરી વેન્ડરસેની કિલર બોલિંગના આધારે 32 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ આજે ત્રીજી મેચમાં શ્રીલંકાએ ભારતને મોટા અંતરે માત આપી છે. આમ, શ્રીલંકાની ટીમે વનડે સીરીઝ પર કબજો કર્યો છે.

આ પણ વાંચોઃ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમની હારના મુખ્ય 5 કારણો, જાણો ક્યાં થઇ ચૂક

ભારતીય ટીમની ઈનિંગ

  1. શુભમન ગિલ (6 રન)
  2. રોહિત શર્મા (35 રન)
  3. ઋષભ પંત (6 રન)
  4. વિરાટ કોહલી (20 રન)
  5. અક્ષર પટેલ (2 રન)
  6. શ્રેયસ અય્યર (8 રન)
  7. રિયાન પરાગ (15 રન)
  8. શિવમ દુબે (9 રન)
  9. વોશિંગ્ટન સુંદર (30 રન)
  10. કુલદિપ યાદવ (6 રન)

 

શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર 248 રન કર્યા

આ મેચમાં શ્રીલંકાની ટીમે 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી. તે સદી ચૂકી ગયો. તેમના સિવાય કુસલ મેન્ડિસે 59 અને પથુમ નિસાન્કાએ 45 રન બનાવ્યા હતા. એક સમયે શ્રીલંકાએ 35 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.

Innings Break! #TeamIndia restrict Sri Lanka to 248/7.

3⃣ wickets on ODI debut for @ParagRiyan
1⃣ wicket each for @Sundarwashi5, @imkuldeep18, @akshar2026 & @mdsirajofficial

Stay Tuned for our chase! ⌛️

Scorecard ▶️ https://t.co/Lu9YkAmnek #SLvIND pic.twitter.com/zrooQ0vaTO

— BCCI (@BCCI) August 7, 2024

રિયાન પરાગે 3 વિકેટ લઈને શ્રીલંકાને રોક્યું

ત્યારબાદ એવું લાગતું હતું કે શ્રીલંકા મોટો સ્કોર બનાવશે, પરંતુ ભારતીય સ્પિનરોએ જોરદાર વાપસી કરી હતી. ઓફ સ્પિન ઓલરાઉન્ડર રિયાન પરાગે 54 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે 1-1 સફળતા મેળવી હતી.

કેએલ રાહુલ પ્લેઇંગ-11માંથી બહાર

આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક મળી નથી. તેમના સ્થાને ઋષભ પંત અને રિયાન પરાગે અનુક્રમે પ્લેઇંગ-11માં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં અકિલા ધનંજયની જગ્યાએ સ્પિન મહિષ તિક્ષિના રમવા આવ્યો હતો.

જો જોવામાં આવે તો બંને ટીમોના એક-બીજા સામેના રેકોર્ડમાં ભારતીય ટીમનો હાથ ઉપર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 170 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 99 મેચ જીતી હતી જ્યારે શ્રીલંકાએ 58 મેચ જીતી હતી. અને 11 મેચ અનિર્ણિત રહી હતી. આ સિવાય બે મેચ પણ ટાઈ રહી હતી.

    follow whatsapp