India Vs Spain Hockey Bronze Medal Match: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ચોથો મેડલ અપાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને સ્પેન વચ્ચે બ્રોન્ઝ મેડલનો મુકાબલો રમાયો હતો. જેમાં 2-1 થી ભારતે જીત મેળવી છે. 33મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. તેણે 30મી મિનિટે પેનલ્ટી પણ ફટકારી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. 18મી મિનિટે માર્ક મિરાલેસ પોર્ટિલોએ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો.
ADVERTISEMENT
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, 'આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેનો સતત બીજો મેડલ છે, તેની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. તેણે ખૂબ જ હિંમત અને સ્થિતિસ્થાપકતા બતાવી. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.
ઓલિમ્પિકના ઈતિહાસમાં 13મો મેડલ જીત્યો
ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકના ઈતિહાસમાં તેનો 13મો મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં રેકોર્ડ 8 ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ADVERTISEMENT